________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તે ગુરૂના સાથે બે વાર બહાર જાય છે. એકદા પ્રસ્તાવે માર્ગને વિષે ગમન કરતાબન્ને જણાની રાજાના અધિકારીએ હાંસી-મશ્કરી કે અહો ! આ બન્ને મલિન વસ્ત્ર ધારણ કરનારા કેવા સરખે –સરિખા મળ્યા છે જેવા ગુરૂ છે તેવા તેનાં યજમાન છે. અહો લોકો ! તમે આ બન્નેને દેખો. તેને ગુરૂએ કહ્યું કે પ્રાયઃ કરીને અધિકારી વર્ગને દુઃશીલ સ્ત્રીની પેઠે કદાપિ કાલેલક્ષ્મી સ્થિર થઈ નથી.તારા હૃદય ઉપરથી આ શિલા ઉતારશે અભિમાનવડે કરી અંધચક્ષુવાળા તારે આને સામાન્ય માણસ ન જાણવો.તે અધિકારી ના સહચારી લોકો ઉન્માદવડે કરીને બોલ્યા કે તેને આવો વૈભવ પ્રાપ્ત થશે તે દિવસ ક્યારે આવશે ? - હવે સૂરિમહારાજાએ તેના ભાગ્યના યોગે કહ્યું કે હે ભદ્ર ! તું ઉદ્યમ કેમ કરતો નથી ? તેણે કહ્યું કે કાંઈક હેતુ રહેલો છે, એટલે દ્રવ્ય નથી તેથી વ્યાપાર નથી કરતો એમ કહી ચૌટામાં જવા લાગ્યો. એટલે સૂરિએ તેને કહ્યું કે આજે તને કાંઈક પ્રાસુક વસ્તુ મળે તો તેને ગ્રહણ કરવી. તેમ તેના વિષે એવું ન ધારવું કે આ અલ્પ મૂલ્યવાળી વસ્તુ છે. ત્યારબાદ લોકોને દ્વેષ કરવા લાયક સાધારણ શ્રેષ્ઠી બજારમાં ગયો તેવામાં દાણના અધિકારીઓહાયથી કહ્યું કે આ વસ્તુ ગ્રહણ કર. તેણે કહ્યું કે મારા પાસે ધન નથી કોઈક ઉધાર આપે તો કાંઇક લઉં તેણે કહ્યું કે આ મીણના થાંભલા છે તેને લે. તેણે કહ્યું કે ધન નથી. આને વેચીને આપીશ. તે લોકોએ માનવાથી ઉપાડીને ઘરે લઈ ગયો. ત્યારબાદ દક્ષતાથી ગુરૂએ કહ્યું કે આ થાંભલાને બરાબર તપાસી તપાસીને વેચવા. હવે તેને તેની સ્ત્રી તપાસ કરવા લાગ્યા તેવામાં અંદરથી સોનાની કોશો નીકળવા માંડી તેથી હર્ષ અને પુષ્ટભાવને પામી, સોનાને ઘરમાં ગોઠવી, ધીમે ધીમે વેચીને તેની કીંમત આપી દીધી, અને તે અનુક્રમે મોટો સમૃદ્ધિશાળી થયો રાજા એકદા અધિકારી ઉપર કોપ્યો તેથી રાજા પુરૂષોએ પોતાના
૨૧3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org