________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તું પણ મને જાણત નહિ માટે સ્થિરતા વિનાનું કોઈ પણ કામ સિદ્ધ થતું નથી. આવું બોલી તે સ્ત્રી પોતાને માર્ગે ચાલી ગઈ, અને મુસલમાન તેણીના વચનનો ભાવાર્થ જાણીને પોતાને ઘેર ગયો, જેવી રીતે પોતાની ઇચ્છિત વસ્તુમાં જીવોનું ચિત્ત એકતાન રહે છે તેવી રીતે પરમાત્માના વચન પર, પરમાત્માના માર્ગ પર એકતાન રહે તો જીવનો આ સંસાર સાગર તરવો દુષ્કર નથી.
(ઉપહાસ ઉપર સાધારણ શ્રેષ્ઠી દષ્ટાન્ત) એકદા પ્રસ્તાવે માનરહિત અણગારશિરોમણિ મિથ્યાત્વ અંધકારને માટે સૂર્યસમાન શ્રીમાનું જિનવલ્લભસૂરિ મહારાજા પૃથ્વીતલને વિષે વિહાર કરતા શિષ્ય-પ્રશિષ્યાદિકના પરિવાર સહિત ચિત્રકૂટ મહાદુર્ગે પધાર્યા. તે અવસરે રહેવાને માટે વસતિ માગવાથી ત્યાંના દુરુધ્ધિશિરોમણિ લોકોએ અત્યંત દુષ્ટતા ધારણ કરી ઉપહાસપૂર્વક ચંડિકાના મંદિરમાં રહેવા માટે સ્થાન આપ્યું અને ધર્મને વિષે એક જ તાનવાળા સૂરિમહારાજા પણ ત્યાં શિષ્ય યુક્ત રહ્યા. તે અવસરે રાત્રિને વિષે એક નાના શિષ્ય ઉઠીને ક્રીડાથી દેવીની ચઉખેડી નાખી દેવીએ કોપ કરીને તે શિષ્યનાં નેત્રો કાઢી લીધા. તેથી સાધુ દુઃખથી રૂદન કરવા લાગ્યો.આ વાત ગુરુએ જાણવાથી ધ્યાનદોરીથી દેવીને ખેંચીને કહયું કે હે દેવી! આ બાલ સાધુની ગતિથી ? કારણ કે ચક્ષુ વિનાજિંદગી કેવી રીતે જાય માટે આ બાલક તો ભોળો છે, મુગ્ધ છે. જલ્દીથી તું તેની બન્ને ચક્ષુને આપ દેવીએ દિવ્ય પ્રભાવથી ક્ષુલ્લક સાધુને બન્ને નેત્રો આપ્યા. ત્યારબાદ સાધારણ નામનો શ્રદ્ધાવાન શ્રાવક ત્યાં આવ્યો, અને સાધુભક્તિમાં સ્થિરબુદ્ધિવાળા તેણે ત્યાંથી સૂરિને હર્ષથી લઇને બીજા શૂન્ય ઘરને વિષે રાખ્યા અને પોતાના ઘરે ભિક્ષાને માટે લઇ જઇ, શક્તિ અનુસારે દાન આપી, રાત્રિદિવસ ગુરૂની ઉપાસના કરવા માંડયો. હવે તેના પાસે અલ્પ વૈભવ હોવાથી સર્વે લોકો તેનો તિરસ્કારક છે.
M૨૧૨)
૨૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org