________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ | ભાવાર્થ : હે બાલ ! મરણથી તું શા ડરે છે ? જે ઉત્પન્ન થાય છે તેને મરણ કદી પણ છોડતું નથી. માટે સર્વ પ્રકારે પુરૂષાર્થ કરીને ફરીથી જન્મ ન થાય તેવા કામમાં પ્રયત્ન કર કે ભયથી મુક્ત થા.
યમરાજનું આરાધન કરવાથી મુક્તિ થતી નથી, પરંતુ પરમાત્માએ કથન કરેલ માર્ગનું સેવન કરવાથી અજરામર પદ પ્રાપ્ત થાય છે.
ભગવાન મહાવીરસ્વામીના વખતમાં ૮ બ્રાહ્મણો પરિવ્રાજક હતા, ૧ કૃષ્ણ, ૨ દીપાયન, ૩ કંડુ ૪ કરકંડુ, ૫. પારાશર, ૬. અમ્મડ, ૭ દેવગુપ્ત ૮. નારદ.
તેઓ ષષ્ટિતંત્ર શાસ્ત્રવિશારદ હતા, ચૌદ વિદ્યાના પારગામી હતા, દાન શૌચ તીર્થ અભિષેકાદિક ધર્મને કથન કરનારા હતા, પાણીથી તેમજ માટીથી શૌચ આચારને કહેવાવાળા હતા, પોતે પણ શૌચપણું પ્રતિપાલન કરનારા હતા, તથા અમે પાણીમાં સ્નાન કરીને, પવિત્ર આત્માને ધારણકરીને, સ્વર્ગને વિષે જશુ, એવી રીતે લોકોને વિષે પ્રતિપાદન કરી. દુનિયામાં ફરનારા હતા,
(છ મતો) ૧. જૈનો જૈન મતવાળા, જેને કર્મ કહે છે, ૨. સાંખ્યમતવાળા, જેને પ્રકૃતિ કહે છે, (કપિલાદિ) ૩. વેદાંતિયો, જેને માયા કહે છે, ૪. નૈયાયિકો વેશેષિક, જેને અદ્રશ્ય કહે છે, (અક્ષપાદ) ૫. બૌધ મતવાળા, જેને વાસના કહે છે, (શાકય) ૬. કોઈ કોઈ જેને, ઇશ્વરની લીલા કહે છે. (બાહ્યસ્પત્યાદિ) (કણભક્ષા)
૧. બૌધો-તેમને મત પ્રસિદ્ધ છે અને તેઓ ક્ષણિક વાદી છે.
૨. કણાદ-વૈશેષિક દર્શનના પ્રણેતા-તેઓ પરમાણુવાદી નામથી ઓળખાય છે. M૨૧૬
~
૨૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org