________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કે હે સુભગ ! સર્વ જગદ્ વસ્તુ વિદ્યમાન જેના અંદર હોય તેવુ જગતવર્તી શાક લાવ, તેણીયે પણ સુંઠ, મરી, લૂણયુક્ત લીંબુના રસનું કચોલું મુનિ પાસે મૂકયું અને કહ્યું કે હે ભગવન્! સર્વ જગતવર્તીશાક આના અંદર જ આવી ગયું છે, મુનિયે કહ્યું કે મારા સમાન અધર્મીષ્ટ બીજા નરને અહીં લાવ, ત્યારે તેણીયે મુનિ પાસે અગ્નિ સળગાવીને મૂક્યો અને કહ્યું કે હે ભગવન્! તમામ ભોજન કરનારાઓને જ તમો માનો. એવી રીતે તેણીની બુદ્ધિથી તેના વચનથી નિરુત્તર થઇને ચમત્કારને પામીને ત્યાં પારણું કરીને, આશીર્વાદથી તેનુ ઘર ધન ધાન્યાદિકની સમૃદ્ધિથી ભરપૂર ભરીને પોતાના આશ્રમે ગયો. એવીરીતે મૂર્ખ એવો પણ વસુદેવ બ્રાહ્મણ સ્ત્રીની બુદ્ધિથી સુખી થયો. બુદ્ધિ વિષયે ભોજરાજા અને ગોવીંદ વિપ્રની સ્ત્રીની ક્યા
ધારાનગરીને વિષે ભોજરાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક મૂર્ખશિરોમણિ ગોવિંદ નામનો બ્રાહ્મણ વ્યાપાર વિનાનો દિવસ નિર્ગમન કરતો હતો. એક દિવસે પુન્યશ્રી નામની તેની સ્ત્રીએ કહ્યું કે હે નાથ ! વ્યાપાર કર્યા વિના આપણા ઘરનો નિર્વાહ થવો બહુ જ મુશીબત છે, માટે આપણા કુલને ઉચિત રાજાની સેવા અને ભિક્ષા માગવાનો ધંધો તે બતું કર. તે બોલ્યો કે હે પ્રિયે ! હું તો નિરક્ષર છું. કાંઇપણ બોલવાનું કે કરવાનું જાણતો નથી, રાજસેવા હું કેવા પ્રકારે કરું ? તે સાંભળી બુદ્ધિશાલી તેની સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! રાજસેવા કરવા જનાર તને રાજસભામાં જતો પ્રતિહારી રોકશે ત્યારે તારે એવું કહેવું કે હું રાજાનો માસીયાઈ ભાઈ છું ને રાજાને મળવાને માટે આવેલો છું, તેથી પ્રતિહારી રાજાને તે સ્વરૂપ કહીને સભામાં તને પેસવા દેશે ત્યારબાદ સભામાં પેઠા પછી રાજા તારા સન્મુખ જુવે, ને જ્યારે પૂછે કે હે બંધો ! મારી માસી કયાં છે ? ત્યારે તારે કહેવું કે હેરાજન માસી તો તારા દર્શનથી જ બળીને ભસ્મીભૂત થઇ ગઇ, પછી તારા સન્મુખ જુવે ત્યારેતાહારે હાથના આકારથી વિકરવ થયેલ કમલ બતાવવું પછી કમાલકોશની આકૃતિ
૨૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org