________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(ચીબુદ્ધિવિષયે યશોમતી ક્યા) સ્વર્ગપુરીના સમાન ઉજજયિની નગરીને વિષે પ્રજાપતિ રાજા રાજ્ય કરતો હતો. ત્યાં એક વસુદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો.તેને યશોમતી નામની સ્ત્રી હતી તેણીએ એક દિવસ પોતાના સ્વામીને કહ્યું કે હે સ્વામિનું! તું વ્યાપાર કર, જેથી કરીને ઘરનો નિર્વાહ થાય. તેણે કહ્યું કે હે સ્ત્રી! હું મૂર્ખ છું. કાંઇ પણ વ્યાપારકર્મ કરી જાણતો નથી, હું શું કરું, તેની સ્ત્રીએ કહ્યું કે જો એમ છે, તો નજીક દેવકુલને વિષે યક્ષ રહેલ છે તેનું તું આરાધન કર. સ્ત્રીના વચનથી યક્ષની સેવા કરતાં છતાં પણ યક્ષ બોલ્યો કે તને પૈસા આપવાને માટે હું શક્તિમાન નથી પણ પૈસા આપનાર એક પારાસર મુનિ તને બતાવવું. તેની સેવા કરવાથી ધનદકુબેર ભંડારીના ઘરના પેઠે તારૂં ઘર ધન ધાન્યની સમૃદ્ધિથી ભરપૂર ભરેલું થશે. આવી રીતે કહીને ગામની બહાર રહેલ પારાસર નામના મુનિને અશોક વૃક્ષને નીચે બેઠેલ બતાવીને યક્ષ અદ્રશ્ય થઈ ગયો. ત્યારબાદ તેને પારણા માટે બ્રાહ્મણે નિમંત્રણ કરવાથી તે પારાસર મુનિએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તારે ઘરે મારું પારણું એમ નહિ થાય પરંતુ જો સર્વ પ્રકારના વર્તમાન શાકસહિત તથા જગતમાં વિદ્યામાન સર્વ મિષ્ટાન્નયુક્ત ભોજન મારા તુલ્ય બીજા મનુષ્ય સંયુક્ત જો તું આપવાને માટે સમર્થ હોય તો તારે ઘરે પારણું કરું અન્યથા નહિ તેથી તે મુનિનું કહેલું બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું તે મહાનું બુદ્ધિવાળીએ કહ્યું કે “હે સ્વામિનું? તું પરાસર મુનિને સુખે કરીને ઘરે લાવ. હું તેણે કહેલી વિધિવડે પારણું કરાવીશ, બ્રાહ્મણ પણ તે મુનિને પોતાને ઘરે લાવ્યો. હવે જયારે યશોમતીયે ઘી-ખાંડ યુક્ત ખીર મુનિ ને પીરસી ત્યારે તે મુનિ બોલ્યો કે હે સુભગે ! મારી કથન કરેલી ભોજનની વિધિના અભાવવાળા ભોજનથી હું પારણું નહિ કરું તેણીએ કહ્યું કે હે ભગવદ્ ! આ દુનિયામાં જેટલા મિષ્ટાન્ન પદાર્થો થાય છે તેટલા આની અંદર આવી ગયા, કારણ કે તેની ઉત્પત્તિ નિમિત્ત આ વસ્તુઓ જ છે, માટે સર્વ મિષ્ટાન્ન યુક્ત ભોજનરૂપ ક્ષીરનું આપ ભોજન કરો, મુનિયે કહ્યુ
૨૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org