________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હોવાથી નિષેધ કરવાથી સર્વ બોધ પામ્યા ને શ્રાવક ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામ્યા.
(કલિાલ-મહાગ્યે, ધનશ્રેષ્ઠી અને સર્પની ક્યા-)
શ્રીપુરનગરને ધન નામનો શ્રેષ્ઠી હતો. તેને પ્રેમવતી નામની સ્ત્રી હતી. એકદા લક્ષ્મી ઉપાર્જન કરવા પરદેશ ચાલનારા પોતાના પતિને તેણીએ કહ્યું કે હે સ્વામિન્ ! હું સાથે આવીશ, પતિએ કહ્યું કે હે પ્રિયે ! પરદેશમાં તું મને પગબંધનરૂપ થાય માટે ઘરે રહે. એવી રીતે સમજાવીને કોકણ દેશે ગયો. ત્યાં જઈને લક્ષ્મી ઉપાર્જન કરવા માંડયો. પછી કેટલેક કાળે શ્યામમુખ કરીને શ્રેષ્ઠી ઘરે આવ્યો. તેની સ્ત્રીએ કહ્યું કે સ્વામિન્ ! તું ચિંતાતુર શા માટે દેખાય છે ? તેણે કહ્યું કે માર્ગમા આવતા એક સર્પને મેં અગ્નિથી બહાર કાઢી ઉગાર્યો કે તુરત તે બોલ્યો હું તને ખાઈશ. તેથી સાત દિવસની અવધિ કરી હું તને મળવા માટે આવેલ છું. તે સાંભળી સ્ત્રી બોલી હે સ્વામિન્ ! તું ભય પામીશ નહિ. આપણે બને ત્યાં જઈએ પછી પતિ સાથે જઈને તે સર્પ પ્રત્યે બોલી હે નાગરાજ ! મારા ધણી તારા ઉપર ઉપકાર કરે છે અને તે તેને ખાવા કેમ તત્પર થયેલો છે ? સર્પે કહ્યું કે હે સુંદરિ ! આ કલિકાલને વિષે જે જેનો ઉપકાર કરે તે તેને જ હણે છે. જો તું ન માનતી હોય તો આ ભેંસને પૂછી જો. એટલે તેણીયે ત્યાં રહેલી એક વૃદ્ધ ભેંશને પૂછવાથી તે બોલી કે એક શ્રેષ્ઠીને ઘરે રહેતા મને બાર સંતાન થયા. હવે શ્રેષ્ઠી પોતાના કુટુંબીઓને કહે છે કે ગાડીનું આસન જીર્ણ થયું છે, માટે આ ભેંસના ચામડાનું કરીએ તો સારું. મેં તો તેનો ઉપકાર ઘી દૂધ દહીં બચ્ચાઓ આપીને કરેલ છે પણ તે મને મારીને અપકાર કરવાતૈયાર થયો છે. જો તું ન માને તો આ વૃક્ષના ઠુંઠાને પૂછ. તેણીયે પૂછવાથી વૃક્ષનું ઠુંઠું બોલ્યું કે મારા નીચે એક્યોગી કૃડી આવ્યો હતો. તે મારા મૂળના પ્રભાવથી નિરોગી થઈ મને જડમૂળથી ઉમૂલન કરીને ગયો.તેથી સ્ત્રીએ કહ્યું કે હે વૃક્ષે કહ્યું મારા નીચે રહેલી મૂલિકાને લઇને તું સર્પના M૨૮૧)
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org