________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માથા ઉપર ફેંક કે સર્પ મરણ પામે. તેણીએ તેમ કર્યું. એટલે સર્પ ફીટીને કલિદેવ પ્રગટ થઈને બોલ્યો - कलिकालो इण परभणे, कह्यं न माने कोय । जो कीजे उपाकरडो, सो फीर वयरी होय ॥१॥
ભાવાર્થ : કલિકાલ એ પ્રકારે કહે છે કે – આ કાળમાં કહેલું વચન કોઈ માનતું નથી, કારણ કે જો કોઈને ઉપકાર કરવામાં આવે તો પણ તે વૈરી થઇને ઉભો રહે છે, માટે તે શ્રેષ્ઠિનું ! કળિકાળે વિચાર કરીને વ્યવહાર કરવો. કહ્યું છે. धर्मं पर्वगतस्तपः कपटतः सत्य. च दूरे गतं, पृथ्वी मंदफला नपाश्च कटिलाः शस्त्रायुधाया ब्राह्मणाः । लोकः स्त्रिषु रतः स्त्रियोऽतिचपला लौल्ये स्थिता मानवाः, साधुः सीदति दुर्जनः प्रभवति प्रायः प्रविष्ट: कलौ ॥१॥
ભાવાર્થ : ધર્મ નિરંતર કરવાનો છે, છતાં લોકો પર્વને દિવસે જ કરે છે તપસ્યા નિષ્કપટથી કરવી જોઇયે તેના બદલે દંભ સહિત થાય છે. સત્યતા ધારણ કરવી જોઇયે તેને બદલે જીવોમાંથી સત્ય ગયું. પૃથ્વી દીર્ઘ છતાં પણ મંદફળો આપવાવાળી થઇ.રાજાઓ કુટિલ આશયવાળા થયા. બ્રાહ્મણો શસ્ત્રોને ધારણ કરવા લાગ્યા. લોકો સ્ત્રીઓમાં મુંઝાઈને મગ્ન થયા. સ્ત્રીઓ પણ અત્યંત ચપળ થઈ પરપુરુષોમાં રક્ત રહેવા લાગી. મનુષ્યો લોભલલુતામાં ગુલતાન બન્યા. સજ્જન પુરુષો દુઃખી થવા લાગ્યા. દુર્જનો સુખી થવા માંડયા આ ઉપરોક્ત તમામનું મૂળ કારણ પ્રાય કરીને કલિકાલ જ છે. કલિકાલનો જ પ્રતાપ છે માટે ઉપકાર વિચાર કરીને કરવો. એમ કહી મણિનો હાર આપી કપિલદેવ અંતર્ગીન થયો અને ધન શેઠ સ્ત્રિ સાથે ઘરે આવી ભુક્ત ભોગી થઈ સાત ક્ષેત્રમાં પોતાની લક્ષ્મીને વાપરી છેવટે સ્ત્રી સહિત દીક્ષા લઇ સ્વર્ગને વિષે ગયો.
૨૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org