________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(વિધિલિખિત વિષે માધુ બ્રાહ્મણપુત્રી ક્યા) भाले नृणां यल्लिखितं विधात्रा, तच्चापनेतुं विबुधैर्न शक्यं । यद्विप्रपुत्र्याः शुभमेव लग्नं, घटीनिरोधे विपरीतमासीत् ॥१॥
ભાવાર્થ : મનુષ્યોના ભાલપટ્ટને વિષે વિધાતાએ જે લખેલ હોય છે તેને દૂર કરવા માટે દેવતાઓ પણ શક્તિમાન નથી થતા, કારણ કે બ્રાહ્મણની પુત્રીનું શુભ લગ્ન ઘડી રોકાવાથી વિપરીતભાવને પામ્યું.
વાલાસર ગામને વિષે વસનાર વ્યાકરણ, કાવ્ય, ન્યાય, અલંકારને વિષે અત્યંત વિદ્વાન્ માઘ નામનો પંડિત જયોતિષવિદ્યામાં વિશેષપણે વિદગ્ધ હતો. તેને વૃદ્ધા અવસ્થાને વિષે યમુના નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલી એક પુત્રી હતી. આ વૃદ્ધ બ્રાહ્મણ તે પુત્રીની જન્મ પત્રિકા કરવા બેઠો. તે અવસરે પતિ સંજ્ઞાવાળા સાતમા સ્થાનના નિર્ણયની ચિંતવના કરતો પાણિગ્રહણ પછી છà માસે તેના પતિનું મરણ દેખ્યું, તેથી વિચાર કરવા લાગ્યો કે અહો ! મારી પુત્રીને બાલ્યાવસ્થામાં વિધવાપણું પ્રાપ્ત થશે, કારણ કે જન્મપત્રિકાને વિષે રહેલા ગ્રહો પૂર્વ નિમિત્તને સુચવે છે, કારણ કે દૈવ જ સર્વત્ર બલવંત છે, તો દેવના પાસે મારી રાંકડી બાલિકા કોણ માત્રા છે ? અને મનુષ્યરૂપી કીડો એવો હું પણ કોણ ? એવી રીતે ચિંતવી વિદ્યાર્થીયોને ભણાવતો સુખવડે કરી દિવસોને નિવર્તમાન કરવા લાગ્યો અને પુત્રી પણ યૌવન અવસ્થા પામી. બીજાને જયોતિષશાસ્ત્ર ભણાવતો. આ લગ્નને વિષે પરણાવેલી કન્યા નિશ્ચય વિધવા ન થાય એવી રીતે નિર્ણય કરીને વિચારે છે કે અહો ! મારી પુત્રીને છટ્ટ માસે વિધવાપણું પ્રાપ્ત થશે અને આ લગ્ન પણ તેવા જ પ્રકારનું છે. કારણ કે એ લગ્નમાં પરણેલી કન્યા નિશ્ચય વિધવા નહિ થાય. તેથી હું બરાબર તપાસ કરું કે આ બન્ને લગ્નમાં બલીષ્ઠ કયું લગ્ન છે. એવો નિર્ણય કરી તેણે કોઈ ધનાઢય બ્રાહ્મણના છોકરાને કન્યા આપી. ત્યારબાદ અઢાર દોષરહિત ઘડી સાધ્ય તે જ લગ્નને વિષે પોતાની પુત્રીનું પાણિગ્રહણ કરાવવાનો તેણે આરંભ કર્યો. વળી
૨૮3
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org