________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિશેષતાથી જ્યોતિષ શાસ્ત્રને વિષે કુશળ તે વિપ્રે કુંકુમ તિલક કરી તંદુલાદિક લગાવી છાયાલગ્ન બરોબર બનાવી, ઘટિકાયંટાને બરાબર કરીને ઘડીપાત્ર જે હતું તેમાં નિર્મલ પાણી ભરેલા કુંડને વિષે સૂર્યાસ્ત સમયે મૂક્યું. ત્યારબાદ પુત્રીના પાણિગ્રહણને વિષે સૂર્યાસ્ત સમયે મૂકયું. ત્યારબાદ પુત્રીના પાણિગ્રહણને વિષે ઉત્સુકતાથી તે વૃદ્ધ પાણી ભેલા કુંડને વિષે ઘડી યંત્રને મૂકવા માંડયું તે વખતે તેના કપાળમાં લગાવેલ તિલકમાંથી એક તે ઘટિકા યંત્ર રોકાવાથી લગ્નની વેળા ચાલી ગઈ તે બ્રાહ્મણ પણ ઘડીના વિલંબ થવાથી તથા ચોખાથી ઘડીના છિદ્રનો રોધ થવાથી ચિંતવના કરવા લાગ્યો કે અહો જ્યોતિષશાસ્ત્ર સત્ય છે કે જે કારણ માટે આ લગ્ન ગયા પછી તેણે પોતાની પુત્રીને પરણાવી અને છ માસે તેના પતિને સર્પ કરડવાથી તે મરણ પામ્યો. તેથી તે વિધવા થઈ માટે મનુષ્યો ગમે તેવા પ્રયત્નો કરે પરંતુ વિધિલિખત કદાપિ કાળે અન્યથા થતું નથી.
(ભાવિની અને કમરખનું દષ્ટાંત) दैवाधीनं वृथा कार्य, विधातुं शक्नुवंति के । कर्मत अव संगो भूभ्दाविनीकर्मरेखयोः ॥१॥
ભાવાર્થ : કર્માધીન કાર્ય જે હોય તેને વૃથા કરવાને કોણ શક્તિમાન થાય છે? કારણ કે ભાવિની રાજપુત્રી અને કમરેખ શ્રેષ્ઠી પુત્રનો સંયોગ કર્મથી જ થયેલ છે.
મનોરમ નગરને વિષે રિપુમર્દન રાજા હતો. તેને પુત્ર નહોતો પણ ભાવિની નામની એક પુત્રી થઈ. તે પિતાને પણ પ્રાણથી અધિક વલ્લભ થઇ, તેથી તે સ્નાન ભોજન કરે ત્યારે રાજા પણ સ્નાન ભોજન કરે ત્યારે રાજા પણ સ્નાન ભોજનાદિક કરે. કિંબહુના તેનું મુખ જોવું તે જ પરમ પુન્ય માનતો.રાજા સુખે કરીને પ્રજાનું પ્રતિપાલન કરવા લાગ્યો. તે રાજપુત્રી ભાવિની પુણ્યદત્ત કલાચાર્ય પાસે સ્ત્રીઓની ચોસઠ
૨૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org