________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ કળાઓ શીખવા લાગી. તેજ નગરમાં સર્વથા નિધન ધનદ નામના શેઠને સાત પુત્રો ઉપર એક આઠમો કમરખ નામનો પુત્ર થયો. તે બાલક નાનો હોવાથી પિતાને અત્યંત વલ્લભ થયો.તે પણ તે જ કલાચાર્ય પાસે વિદ્યાભ્યાસ કરતો હતો. રાજાની પુત્રીએ તમામ કળાનો અભ્યાસ કર્યા બાદ એકદા તે કમરેખ પાસે હતો તેવામાં કલાચાર્યને પૂછયું કે હે તાત ! મારો સ્વામી કોણ થશે ? તે સાંભળી ગુરૂયે પણ લગ્ન જોઇને કહ્યું કે આ કર્મરેખ તારો સ્વામી થશે. તે સાંભળી વજથી હણાયેલના પેઠે ખેદ પામીને વિચારવા લાગી કે હા, હા ઇત્તિ ખેદે. આ વરાક રાંકડો વાણિયાનો પુત્ર મારો ભર્તાર થશે તો મારે મરવું તે જ શ્રેયસ્કર છે, કારણ કે જ્યાં સુધી આ જીવતો છે ત્યાં સુધી બીજો કોઈ પણ મહારો ભર્તાર નહિ થાય. આવી રીતે ચિંતવી ઘરે જઈ, ક્રોધ સહિત આંસુવડે કરી કંચુઆને ભીજાંવલી, લુહારની ધમણના પેઠે શ્વાસ લેતી, પોતાનું મુખ ઢાંકીને સૂતી, ભોજનના સમયે રાજાએ તેની ગવેષણા કરવાથી ઘરને વિષે સુતેલી દેખી તેને રાજાએ ખોળામાં બેસારી ખેદનું કારણ પૂછવાથી પોતાનો અભિપ્રાય જણાવ્યો.તેથી શું કરવું ? એ વિચારને વિષે મૂઢ થયેલા રાજાયે તે વાત પ્રધાનને કહી. તેણે રાજાને કહ્યું કે નિષ્કારણ મનુષ્યનો ઘાત કરવો તે ઉચિત ન કહેવાય, પરંતુ પ્રથમ તેના પિતાને બોલાવો. તેને કાંઇક આપી તેના પુત્રને ગ્રહણ કરો, પછી યથોચિત કરજો. તે સાંભળી રાજાએ ધનદત્તને બોલાવી પોતાનું ચિંતવેલું કહ્યું.વજના પેઠે કઠીન તે વચન સાંભળી ચક્ષુમાં આંસુ લાવી શેઠ બોલ્યો કે હે દેવ? કોણ પુત્ર? કોણ સ્ત્રી? કોણ હું? સર્વ પરિવાર તમારો જ છે. યથારૂચી ગ્રહણ કરો. તે સાંભળી રાજા પણ એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી એવા પ્રકારની ચિંતામાં પડયો અને કમરેખને લઈ સાંજે ચંડાળને વધ કરવા આપ્યો. ચંડાળ પણ બાલહત્યાના પાપના ભયંથી તેને છોડી દઈ કોઇક બીજાનું મડદું શૂલી ઉપર ચડાવ્યું. કર્મરેખ પણ રાત્રિએ ત્યાંથી શીયાલના પેઠે નાઠો અને શ્રીપુરનગરના બહાર
૨૮૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org