________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માર્ગને વિષે પરિશ્રમ પડવાથી સૂઈ ગયો. ત્યાં શ્રીદત્ત નામનો શેઠ રહેતો હતો. તેને શ્રીમતી નામની એક કન્યા હતી. તે શેઠને રાત્રિએ સ્વપ્રમાં તેની ગોત્રદેવીએ કહ્યું કે પ્રાતઃકાળે ગામની બહાર ઉત્તર દિશાના માર્ગને વિષે સૂતેલા બાળકની પાસે જઇને તારી કાળી ગાય જયારે ઊભેલી હોય તે બાલકને તારી શ્રીમતી કન્યા પરણાવવી પ્રાતઃકાળે શ્રીદત્તે પણ પોતાની ગોત્રદેવીએ કહ્યા પ્રમાણે દેખીને કમરેખને પોતાને ઘરે લાવી પોતાની પુત્રી પરણાવી અને હસ્તમેળાપ વખતે પોતાના ઘરની તમામ લક્ષ્મી તેમને આપી દીધી. કમરેખે પણ ત્યાં પોતાનું નામ રત્નચંદ્ર પાડ્યું એકદા પ્રસ્તાવે શેઠની આજ્ઞા લઈ વહાણો ભરી તે સમુદ્ર મધ્યે ચાલ્યો. પરદ્વીપે જઈ ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી. પાછો આવતો હતો તેવામાં વહાણ ભાંગવાથી સમુદ્રમાં પડ્યો. તેને એક મોટા મત્સ્ય ગળ્યો અને તે મત્સ્ય ભરૂચને કાંઠે જઈને પડ્યો હતો તેવામાં ધીવરે જાળ નાખીને પકડ્યો તેને વિદારવાથી અંદરથી રત્નચંદ્ર નીકળ્યો. ધીવરે તેને રાજાને ભેટ કર્યો. રાજા અપુત્રિયો હોવાથી પુત્રાપણે તેને સ્થાપન કર્યો અને કુંડનપુરના રાજાની પુત્રી કનક શ્રી સાથે તેને પરણાવ્યો. તેના જોડે સુખનો અનુભવ કરતો રહેવા લાગ્યો એટલામાં રિપુમર્દન રાજાએ પણ પોતાની પુત્રી ભાવિનીનો સ્વયંવર મંડપ કરવાથી ત્યાં ઘણા રાજાઓ અને રાજપુત્રો ગયા. તે વખતે ભરૂચના રાજાનો પુત્ર રત્નચંદ્ર પણ ચતુરંગી સૈન્ય લઇને ત્યાં ગયો અને સ્વયંવર મંડપમાં બેઠો. તે વખતે તમામ રાજાઓ અને રાજકુમારોનો ત્યાગ કરી ભાવિની રત્નચંદ્રને વરી અને રિપુમર્દન રાજાએ આપેલ હાથી, ઘોડા, રથ, પાયદળ, મણિ, મૌક્તિક લઈને ભાવિનીના સાથે પોતાને નગર ગયો. ત્યાં કનકશ્રી તથા ભાવિનીના સાથે સુખે કરીને કાળ નિર્ગમન કરે છે. એકદા સ્વર્ગના સમાન ભોજન કરનારા રત્નચંદ્ર રાજાના તાળમાં વાયુપ્રેરિત રજ પડતી જોઈને હાથમાં પંખો લઇને ઊભી રહેલી તે કમરેખની રાણી ભાવિનીએ પોતે ઓઢેલા વસ્ત્રવડે થાળને ઢાંકી દીધો. તે અવસરે રત્નચંદ્ર વિચારે છે કે એક સમય એવો હતો કે આણે
૨૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org