________________
વિધ વિષય વિચારમાળા ભાગ-૬ મને શૂળીએ ચડાવ્યો હતો અને એક સમય આવો છે કે આ આવી રીતે મારી ભક્તિ કરે છે. એવી રીતે વિસ્મય પામેલા તેને કાંઇક હસવું આવ્યું. તે દેખીને અતિનિપુણ એવી ભાવિની વિચારવા લાગી કે નિશ્ચય કાંઈ કારણ વિના આવા સંતપુરૂષો હાસ્ય કરતા નથી તેથી હઠ પકડીને કારણ પુછવા લાગી. તે પણ તેના કઠોર કદાગ્રહને વિષે પડવાથી બોલ્યો કે સુંદરી! તુ મને ઓળખે છે? એટલે તે બોલી કે હા. તમે મારા પ્રાણપ્રિય છો, હું તમારી સ્ત્રી છું. એટલે તે બોલ્યો કે હે સુંદરી ! આ તારો ને મારો સંબંધ તો વિશ્વને વિષે પ્રસિદ્ધ થયેલ છે પરંતુ બીજો કોઈ સંબંધ છે પરંતુ તે જાણતી નથી. હું શું નથી જાણતી? એવું તેણીએ કહેવાથી તે બોલ્યો કે હે સુબુ તેજ હું કમરખ છું. જે માટે કહ્યું છે કે – उदयति यदि भानुः पश्चिमे दिग्विभागे, विकसति यदि पद्म पर्वतानां शिखाग्रे । प्रजलति यदि मेरुः शीततां याति वह्निः, चलतिविधि वशान्तो भाविनी कर्मरेखा, ॥१॥
ભાવાર્થ : જો પશ્ચિમ દિશાને વિષે સૂર્યનો ઉદય થાય, પર્વતના મસ્તક ઉપર કમળ ઊગીને વિકસ્વર ભાવને પામે, અચલ મેરુ ચલાયમાન થાય, અગ્નિ શીતળ થાય તો પણ ભાવિની કરેખા જે છે તે મિથ્યા થતી નથી.
તે વચન સાંભળી અત્યંત લજ્જાવડે કરી નીચું મુખ કરીને રહેલી તેને પ્રેમના વચનોવડે આશ્વાસન આપીને બોલ્યો કે તે સ્ત્રી ! આ અવસર લજજા કરવાનો નથી. લોકો પણ કહે છે કે ગઇ તિથિ બ્રાહ્મણ પણ ન વાંચે. એવી રીતે નીતિના વચનથી તેણીની લજ્જાનો ત્યાગ કરાવી, તેને લઈને પોતાને નગરે આવી, પોતાના પિતાના ચરણકમલને નમસ્કાર કર્યો અને રાજાને તે વાત જણાવી ત્યારબાદ શ્રીપુર નગરથી શ્રીમતીને તેડાવી ત્રણે સ્ત્રીઓની સાથે સંસારસુખ ભોગવવા લાગ્યો. અપુરિયા રિપુમર્દન રાજાએ પણ પોતાનું રાજ્ય જમાઈને આપ્યું અને કમરેખ રાજા
૨૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org