________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પણ છેવટે સંયમ લઈ સદ્ગતિનો ભોક્તા થયો, માટે ભાવી જે છે તે કોઈ પણ પ્રકારે મિથ્યા થનાર નથી. સંક્ટને વિષેપણ વ્રત નહિ ત્યાગ ક્રનાર મહાનંદકુમાર ક્યા)
અવંતી નગરીને વિષે કોટી દ્રવ્યનો સ્વામી ધનદત્ત નામનો જૈન શ્રેષ્ઠી વસતો હતો. તેને પદ્માવતી નામની સ્ત્રી હતી. તેને સેંકડો મનોરથવડે જયકુમાર નામનો પુત્ર થયો. તેના જન્મ, નામ પાડવું, બોલવું, ચાલવું વિગેરે પ્રકારના કાર્યને વિષે તેના પિતાએ મોટો મહિમા કર્યો, કહ્યું છે કે – रागपदे प्रेमपदे, लोभपदेऽहंकृतेः पदे स्वपदे । प्रीतिपदे कीर्तिपदे, नहि कैव्यव्ययः क्रियते ॥१॥ | ભાવાર્થ : રાગને ઠેકાણે, પ્રેમને ઠેકાણે, લોભને ઠેકાણે, અહંકારને ઠેકાણે, પોતાના કાર્ય વખતે, પ્રીતિને ઠેકાણે, કીર્તિને માટે આ દુનિયામાં કયા જીવો દ્રવ્યનો વ્યય નથી કરતા ? અર્થાત્ સર્વે કરે છે.
તે કુમાર જ્યારે યૌવનઅવસ્થા પામ્યો ત્યારે પિતાના દ્રવ્યને ઊડાડવા માંડયો અને વ્યસનો સેવવા લાગ્યો. કહ્યું છે કે પૈસારૂપી ઘીના હોમવાથી વ્યસનરૂપી અગ્નિ અધિક વૃદ્ધિ પામે છે, અને દારિદ્રયરૂપી ઘીના હોમવાથી વ્યસનરૂપી અગ્નિ અધિક વૃદ્ધિ પામે છે, અને દારિદ્રયરૂપી પાણીના યોગથી તત્કાલ શાંત થઈ જાય છે. તે જયકુમાર એક દિવસ કોઈક ધનાઢયને ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેને સર્પ કરડવાથી મરણ પામ્યો તેના પિતાને રાજાએ પ્રાતઃકાળે કેદમાં નાખ્યો. મહારાજન વર્ગ શેઠના પુત્રનું સ્વરૂપ કહી તેને છોડાવ્યો ત્યારબાદ તેની સ્ત્રીને બીજો પુત્ર ન થયો, તેથી તેની સ્ત્રીએ પુરાને માટે બીજી કન્યાનું પાણિગ્રહણ કરવા શેઠને આગ્રહ ઘણો કર્યો પણ દુષ્ટ પુત્રના ભયથી શેઠ તેનું વચન સાંભળતો જ નથી. કહયું છે કે दुर्जनदूषितमनसां, पुंसां सुजनेऽपि नास्ति विश्वासः ।
અન૨૮૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org