________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य खलु पिबति ॥१॥
ભાવાર્થ : દુર્જનના વચનોવડે દોષિત થયેલા મન વાળા પુરુષોને સજજન વર્ગને વિષે પણ વિશ્વાસ બેસતો નથી, કારણ કે ઉષ્ણ દૂધથી બળેલો બાળક દહીંને પણ ફુકીને પીવે છે.
સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ! સર્વે પુત્રો કાંઈ ખરાબ હોતા નથી. કેટલાએક સારી બુદ્ધિના પણ હોય છે, કારણ કે આગમને વિષે ચાર પ્રકારના પુત્રો કહ્યા છે ૧ અભિજાત, ૨ અનુજાત, ૩. અપજાત અને ૪ કુલાંગાર. ૨ ચાર પ્રકારના પુત્રો કહ્યા છે. ૧ અભિજાતઋષભદેવસ્વામીના પેઠે નાભિરાજાથી ઋષભદેવ ચડતા થયા, ૨ અનુજાતિ-પિતાના સંદેશ સૂર્યયશારાજાના પેઠે, ૩. અપજાત-હીન પિતાથી ઉત્પન્ન થયેલ ચક્રવર્તીના પુત્રના પેઠે, ૪. કુલાંગાર કોણિકના પેઠે એવીરીતેના પુત્રો હોય છે. અને ગુરૂના શિષ્યો પણ એવી રીતેના હોય છે સર્વે વૃક્ષો કાંઈ કાંટાવાળા હોતા નથી. આવી યુક્તિવડે કરી હઠ કદાગ્રહનો ત્યાગ કરાવી કુમુદવતી નામની કોઈ શેઠીયાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. અનુક્રમે તે સ્ત્રી સગર્ભા થઈ. તેણીનું લાલ કચોળું કોઇએ લઇ લીધું. આવું સ્વમું દેવું અને પોતાના સ્વામીને તે વાત કહી. તેના સ્વામીએ કહ્યું કે તે મારો પુત્ર બીજાને ઘરે જશે. અનુક્રમે પુત્ર થયોકે તુરત તેનો શેઠે જીર્ણ ઉદ્યાનમાં ત્યાગ કર્યો. પ્રથમ પોતાના પુત્રના દુ:ખથી દુ:ખિત થઈ જેવામાં શેઠ પાછો વળવા લાગ્યો તેવામાં વન દેવતાએ કહ્યું કે હે શ્રેષ્ઠિનું ! આ બાલકનું એક હજારનું તારે માથે દેવું છે, માટે તું દઇને જા. આવી વાણીથી ભયબ્રાંત થઈ, તત્કાલ પોતાને ઘરેથી દ્રવ્ય લાવી બાળક પાસે મૂકી દીધું. ત્યાર પછી કોઇક માળીએ તે પુત્રને દ્રવ્ય સહિત લઈ જઈ પુત્રપણે રાખ્યો, કારણ કે જે વસ્તુ મનુષ્ય ઇચ્છતા નથી તેને તે વસ્તુ સ્વલ્પકાળે મળે છે અને જેની ઇચ્છા કરે છે તે લાંબા કાળે પણ મળી શકતું નથી. અનુક્રમે તેને બીજા પુત્ર પણ પૂર્વ સૂચિત પ્રમાણે જ થયો. તેને પણ તે જ પ્રમાણે વનમાં મૂકી ચાલવા
૨૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org