________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ લાગ્યો તેવામાં આકાશ વાણી થઈ હે શ્રેષ્ઠિનું ! તારે આના દસ હજાર દેવાના છે, માટે આપીને જા. શેઠે તેમ કર્યું, ફરીથી ત્રીજી વાર તેની
સ્ત્રી સગર્ભા થઈ તેથી સારા સ્વપ્રે સૂચિત પુત્ર થવાથી અને સ્ત્રીએ અત્યંત મનાઈ કર્યા છતાં પણ વનમાં પુત્રને મુકીને જેવો પાછો ફરે છે તેવામાં આકાશવાણી થઈ કે હે શ્રેષ્ઠિનું ! તું આ બાલક પાસે કોટાકોટી સોનામહોરો માગે છે તે લીધા વિના આ છોકરાનો તું ત્યાગ શું કામ કરે છે ? એવું સાંભળી હર્ષને પામેલા શેઠે પોતાના છોકરાને લઇને
સ્ત્રીને સોંપ્યો અને તેનું નામ મહાનંદ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામી, કળાનું પાત્ર બની યુવાન અવસ્થા પામ્યો તેના પિતાએ કોઇક શ્રેષ્ઠી ની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું અનુક્રમે લઘુવયમાં જ સમ્યકત્વ મૂળ બાર વ્રત તેણે ઉચ્ચર્યા અને છઠ્ઠાવ્રતમાં સર્વત્ર તિર્યમ્ સો યોજન જવું એવો નિયમ લીધો બાદ વ્યવસાય કરવાથી શ્રેષ્ઠીના ઘરમાં થોડા જ દિવસમાં તેણે કોટાકોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. કહ્યું છે કે - दातव्यलभ्यसंबंधो, वज्रबंधोपमो ध्रुवम् । धनश्रेष्ठीहद्रष्टांत, स्त्रीकुपुत्रसुपुत्रयुक् ॥१॥ - ભાવાર્થ : દેવા-લેવાનો એટલે લેણદેણનો સંબંધ નિશ્ચય વજબંધની ઉપમાવાળો છે, કારણ કે ત્રણ કુપુત્ર અને એક સુપુત્રાવાળા ધન શ્રેષ્ઠીની વાત અહીં દષ્ટાંતભૂત છે.
ત્યારબાદ મહાનંદે સાત કોટી સોનામહોરોનો સાત ક્ષેત્રોમાં વ્યય. કર્યો એકદા એક યોગી આકાશગામિની વિદ્યા સાધવા માટે ઉત્તરસાધકની સોધખોળ કરતો મહાનંદને દેખીને બોલ્યો કે પુન્યવાન્ ! તું મને સહાય કર કે જેથી કરીને મારી વિદ્યા સિદ્ધ થાય. તેણે સ્વીકાર કર્યો. રાત્રિએ પર્વતના એક ભાગમાં યોગીએ મંત્રજાપ કરી દેવની પ્રગટ કરી તેથી તે દેવી બોલી કે હે યોગિનું ! હું ઉત્તરસાધકને વિદ્યા આપીશ, કારણ કે કર્મથી અધિક વિધાતા પણ આપવા શક્તિમાન થતો નથી. આવું કહી વીજળીના પેઠે તે અંતર્ધાન થઈ ગઈ. મહાનંદને આકાશગામિની વિદ્યા
૨૯0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org