________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ મહારાજાને પૂજવાની અભિલાષાવાળી દુર્ગતા નારી સિંદુવારના પુષ્પોને લઈને પ્રભુને પૂજવા જતા રસ્તામાં ખીલા સાથે અફળાવાથી પ્રભુ પૂજાની ભાવના અંતરંગ હોવાથી કાળધર્મને પામી દેવલોકે ગઇ, એટલું જ નહિ પણ એકાવતારી થઈ તેણે તે ફૂલો ન્યાય ઉપાર્જન પાસાથી ગ્રહણ કરેલા હતા. તથા ચૈત્યસંબંધી ગ્રામાદિક આરામાદિકનો અભાવ નથી કહ્યો માટે મલિન આરંભીયોને પણ ધર્માર્થને માટે સ્નાનાદિક અવિરૂદ્ધ કથન કરેલ છે. યતિ કેમ અધિકારી નહિ ? કારણ કે કર્મ લક્ષણવ્યાધિ ગૃહસ્થ તથા સાધુ બનેને છે, અને તેની પૂજાદિ લક્ષણા ચિકિત્સા પણ બન્નેને સમાન જ છે, તો પછી એકનો અધિકાર અને બીજાનો કેમ નહિ? આવી રીતે શંકા કરનારને ઉત્તર આપે છે. स्नानमुद्वर्तनाभ्यंग, नखकेशादिसंस्क्रियाम् । गंधमाल्यं च धूपं च त्यजति ब्रह्मचारिणः ॥१॥
ભાવાર્થ : સ્નાન તથા શરીરને નિર્મલ કરવું, તૈલાદિકને ચોળાવવું તથા ગંધ, માલા, ધૂપ, આ સર્વેનો બ્રહ્મચારિયો ત્યાગ કરે છે, કારણ કે ઉપરોક્ત તમામ બ્રહ્મચર્યનાં દુષણો છે. એ કારણથી, એ વચનોથી, યતિને સ્નાન કરવાનો, તથા તે પૂર્વ હોવાથી દેવતાને અર્ચન કરવાનો અધિકાર નથી. તેમને તો વિભૂષા અર્થે સ્નાન કરવાનો નિષેધ છે.
પ્રશ્ન : આ સાવદ્ય કર્મથી નિવર્તમાન છે તેથી અધિકારી નથી. જો યતિ સાવદ્ય કર્મથી નિવૃત્ત થયેલ છે તો સ્નાન કરી દેવતાનું અર્ચન કરે તો શો દોષ છે ? યદિ જો સ્નાનપૂર્વક દેવતાદિના અર્ચન કરવામાં સાવદ્ય યોગ હોય તો, તે ગૃહસ્થને પણ તુલ્ય દોષ લાગે, માટે તેણે પણ સ્નાનાદિક ન કરવું . ગૃહસ્થ તો સંસારી હોવાથી કુટુંબાદિકના અર્થો, ગૃહસ્થ સાવદ્ય કર્મને વિષે ભલે પ્રવર્તમાન થાય,
M૧૦૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org