________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સર્વે ગામમાંથી નીકળતા અગર ગામમાં પેસતા સામા મળે તો તે સર્વને સિદ્ધિ કરનારા માનેલા છે કહેલા છે. ૧ दर्शनं श्वेतभिक्षूणां, सर्वोत्तमफलप्रदः । किं पुनः सन्मुखः सूरिः राजयोगाय उत्तमाः ॥२॥
ભાવાર્થ : જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુના નીકળતી વખતે દર્શન થાય તો સર્વ પ્રકારના ઉત્તમ ફળને આપનાર થાય છે, તો પછી જો સન્મુખ સૂરિ આચાર્ય મળેલ હોય તો ઉત્તમ પ્રકારના રાજયોગને માટે થાય તેમાં આશ્ચર્ય શું છે ? मृतभिक्षो पात्रपाणिः, सर्वोपि दर्शनीयकः ।। संमुखो कार्यकर्ता च,रिक्तोऽ नर्थपरंपराम् ॥३॥
ભાવાર્થ : સર્વ દર્શનના ભિક્ષુકો ભિક્ષા લઇ પાત્ર ભરી હાથમાં લઇને સન્મુખ આવતા હોય તો કાર્યને સિદ્ધ કરનારા થાય છે, અને ખાલી પાત્રા લઇને સામા મળે તો અનર્થની પરંપરા કરનારા થાય
रथमारुह्यतां पार्थ ! गांडीवं च करे कुरु ।। निर्जितां मेदिनीं मन्ये, निग्रंथो यं यदग्रतः ॥४॥ इति भारते
ભાવાર્થ : કૃષ્ણ મહારજા અર્જુનને કહે છે કે હે પાર્થ ! જલ્દીથી રથના ઉપર આરોહણ કર, બેસ અને હાથને વિષે ધનુષ્યને ધારણ કર, કારણ કે આગળ સન્મુખ નિગ્રંથ મુનિ આવે છે માટે હું જાણું છું કે આવા ઉત્તમ શકુનથી તું સારી પૃથ્વીને જીતીશ એમાં સંદેહ નથી. ૪ અજ્ઞાનિવ રાશિ, છાર્યવ પ્રવાસિનામ્ , नीरस्यघट एकस्थात्, संपूर्णः पूर्णलाभदः ॥५॥
ભાવાર્થ : ખાટા એવા બોરડીના ફલો સન્મુખ મળે તો પ્રવાસ કરનારાઓને કષ્ટને માટે થાય છે અને ફક્ત પાણીનો એક જ સંપૂર્ણ ભરેલો ઘડો સન્મુખ મળે. તો સંપૂર્ણ લાભને આપનાર થાય છે. પ
૧૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org