________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સ્વયંભુવા બ્રહ્માયે પોતાની મેળે જ સાત પ્રકારના સ્નાન કરવાને માટે કહેલા છે, ૧. પ્રથમ આગ્નેય, બીજું વારૂણ ત્રીજું બ્રાહ્મય..., ચોથું વાયવ્ય, પાચમું દિવ્ય, છઠ્ઠ પાર્થિવ અને સાતમું માનસ એ સાત પ્રકારના સ્નાનો કહેલા છે. આગ્નેય એટલે ભસ્મથી સ્નાન કરવું, વારૂણું એટલે પાણીમાં પ્રવેશ કરીને સ્નાન કરવું, બ્રામ્ય પાણી વડે કરીને હાથ ધોવા તે તથા વાયુશુદ્ધિથી થાય છે તથા દિવ્ય સ્નાન તથા માટીથી સ્નાન કરે તે તથા મનની શુદ્ધિથી જે સ્નાન કરે તે આવી રીતે સાત પ્રકારે સ્નાન કહાં તે યુક્ત નથી. જે માટે બાહ્યમલ પ્રક્ષાલન કરવાના કારણભૂત દ્રવ્ય સ્નાન છે અને અંતર મલને પ્રક્ષાલન કરવાને સમર્થ જે છે તે ભાવ સ્નાન કહેવાય છે. વળી જે અન્યથા અવિધે કરવાનું છે તે અસ્નાન છે, કારણ કે ગાયના રજથકી, છાણથકી, અગર ધૂળના રજથકી અથવા મંત્રાવડે કરીને મલનું અપનયપણું થઈ શકતું નથી. અથવા દ્રવ્યથી સ્નાન બે પ્રકારે, તથા ભાવથી સ્નાન બે પ્રકારે ભેદ બતાવ્યા તેથી પ્રધાન, અપ્રધાન ભેદ દેખાડે છે. તત્ત્વવેદિઓએ, બે પ્રકારે શુદ્ધિકરણ કહેલ છે. અહીં બીજાઓની અવિપ્રતિપત્તિ દેખાડતાં છતાં કહે છે.
જે શરીર બાહ્ય હોય તે બાહ્ય સ્નાન, અને અધ્યાત્મયુક્ત મનને વિષે ઉત્પન્ન હોય તે માનસંસ્નાન હવે દ્રવ્ય સ્નાન ભાવ સ્નાન, બાહ્ય અધ્યાત્મિક એ બે પ્રકારે આવી રીતે આનો પ્રયોગ થયો. જૈન સિવાય બીજા તીર્થિકો નીચે પ્રકારે કહે છે. મલાદિકના દૂર કરવાના અસામર્થ્યથી તેઓને દ્રવ્ય સ્નાન કહેવાય, કારણકે ગંધલેપે શૌચં ને પાણીવડે કરીને તેમ ભસ્માદિકથી દૂર કરવાથી શરીરની ચામડી અવયવને ધોવાથી દેહ દેશ સ્નાન કહેવાય દેહના ગ્રહણ કરવાથી વસ્ત્ર સહિત સ્નાન કરવું તે મલને દૂર કર્યો, કારણ કે જલાર્ક વસ્ત્રોને સ્નાનતયા અપ્રતિતે હવે દેશ સ્નાનને તે લોકો આવી રીતે માને છે કે - યથો.
૧03
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org