________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ તેમ મહાદેવના વાકયથકી સંસારના સંચરણ પરિભ્રમણનો ક્ષય થાય છે. કારણ કે ભવથકી ભવમાં ભમવું તેનું નામ સંચરણ કહે છે. આનાથી પરલોક સત્તા સિદ્ધ થાય છે. આવી રીતે ઉપરોક્ત કહેલા તે ગુણસંપત્તિ પામેલાને રાગદ્વેષનો નાશ કરવાથી શાંત ને પ્રયોજનને સમાપ્ત કરી જેણે સમગ્ર કાર્યોને કર્યા છે. મુક્તિ મેળવવાથી ઇતિ કૃતકૃત્ય તેને તથા કેવલજ્ઞાન લક્ષણવાળી જેની બુદ્ધિ છે તેને, એવા બુદ્ધિમાનને, એવા સત્વવંતને એવા મહાદેવને સારી ભક્તિ વડે કરી નમસ્કાર કરે છે.
ઉપરોક્ત નિર્ણય કરેલ સ્વભાવશીલવાલા મહાદેવનું ઉત્તમ રીતે પૂજન કરવું જોઈએ. હવે પૂજન સ્નાનપૂર્વક થાય છે, માટે સ્નાનનું સ્વરૂપ કહે છે. સ્નાન બે પ્રકારે છે : ૧. દ્રવ્યથી ૨. ભાવથી. દ્રવ્યથી જલલક્ષણ કારણભૂતવા દેહલક્ષણ શોધનીય દ્રવ્ય આશ્રિત્યકલ લક્ષણ વાપનેય અગર દ્રવ્યથી, અપરમાર્થથી, દ્રવ્ય શબ્દનું અપ્રાધાન્ય પણે જણાવે છે. ભાવથી, શુભ ધ્યાન કારણ ભૂતમ્-ઉપયોગો ભાવાત્મક જીવલક્ષણ, શોધનીય, ભાવને આશ્રયીને ઔદાયિક ભાવકારણભૂત કર્મમલ દૂર કરવા રૂપ ભાવ સ્નાન જાણવું. ભાવથી વા પરમાર્થથી, તેથી દ્રવ્યભાવથી બે પ્રકારે, અને નામાદિકભેદથી ચતુર્ધા, નામ સ્થાપનાનાં પ્રરૂપણા માત્ર ઉપોયગપણાથી કહેલ છે. સ્નાન, દ્રવ્ય ને ભાવથી બે પ્રકારે છે, પણ સાત પ્રકારે નથી. યાહુ सप्त स्नानानि प्रोक्तानि स्वयमेव स्वंभुवा । द्रव्यभावविशुध्यर्थ मृषिणां ब्रह्मचारिणाम् ॥१॥ अग्नियं वारुणं ब्राहम्यं वायव्यां दिव्यमेवच । पार्थिवं मानसंचैव, स्नानम् सप्तविधं स्मृतम् ॥२॥ आग्नेयं भस्मस्नानमवगाह्यं तु वारुणम् । आपो हिष्टामथं ब्राहम्यं मनशुद्धिस्तु मानसम् ॥३॥
ભાવાર્થ : બ્રહ્મચારી ઋષિયોને દ્રવ્યભાવની વિશુદ્ધિ માટે
૧૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org