________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અગર તેલ નાખવું જ પડે તેથી તે પણ નકામું છે. વળી કઠોળ તો મારો જન્મ થયો તે દિવસથી જ મારા ઉપર પ્રસન્ન નથી. સિવાય છાશ મને મારા પ્રાણ કરતા પણ અધિક પ્રિય છે, તેથી કહીને છાશ અને જુવારનો રોટલો જમતાં મને લહેજત બહુ જ સારી આવે છે. વળી જો મને દૂધના કદર્શન કોઇ દિવસથયા કે તુરત ડયુરો આવે છે અને મૂંજવણ થાય છે. જો હું સારા લુગડા પહેરીને નગરમાં ફરૂં તો નગરના લોકો કહેશેકે આ મઘો રાજાનો માનીતો હોવાથી ફાટી ગયો છે, માટે ફાટેલા લુગડા પહેરીને હું ગામમાં ફરીશ તો મારી કાંઈ આબરૂ જવાથી નથી. કારણ કે આપણને કયાં બહારગામ જવું હોય તો ઉપાધિ થાય પણ તે તો છે જ નહિ. જેથી કરીને આપણને કાંઈ દુઃખ પણ નથી. વળી બહારગામ જવાની પણ આપણને તો જિંદગીથી પ્રતિજ્ઞા જ છે, કારણ કે આપણે કોઇને ઘરે જઇએ તો જ આપણે ઘરે કોઇ આવે અને તેમાં કરવાથી મારે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરવો પડે. પરંતુ એવું કામ આપણે શું કામ કરવું જોઇએ? વળી દાગીના ઘડાવી બૈરીને પહેરાવું તો ચોર લોકોનો ભય લાગ્યા વિના રહે જ નહિ અને તે લોકો જુલમ કરીને પણ લીધા વિના રહે નહિ, માટે એવો ઉજાગરો પણ મારે શા માટે રાખવો જોઇએ ? માટે દાગીના ન ઘડાવીએ તો રાત્રિાએ જાગરણ છોડી નિરાંતે નિદ્રા લઈ શકાય, માટે દાગીના ઘડાવવા જ નહિ. કદાચ દુનિયાના ડરથી કે બૈરીના હઠ-કદાગ્રહથી કે લોકલજ્જાથી કદાચ દાગીના ઘડાવવા જ પડે પરંતુ તે દાગીનાની પેટી સાચવવી પડે કદાચ પેટી પણ સાચવીએ પરંતુ દાગીના ઘડાવવાની મજૂરી સોનીને આપવી પડે, માટે તેનું કામ મારાથી કોઈ દિવસ આ જિંદગીમાં થનાર નથી. વળી પગમાં પગરખા પહેરવાનું તો મન થાય જ કયાંથી? કારણ કે મારા પિતાશ્રી વીશ વરસ પહેલા ગુજરી ગયા હતા ત્યારે તેની શય્યામાં મૂકવા જોડો શીવડાવ્યા હતા પણ મેંગોરને પ્રપંચથી કહ્યું કે અમારામાં એવો રિવાજ છે કે શય્યામાં જોડા અપાય જ નહિ. આવી રીતે કપટ કરી આજ દિવસ સુધી આપવાની
M૨૯૯ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org