________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઢીલ કરી છે. વળી હવેના ચામડા બહુ જ ખરાબ આવે છે, તેથી પગરખા પહેરતા પગમાં ફરફોલા પડે અને બહુ જ દુઃખી થવું પડે અને દુ:ખ સહન કરવું પડે આવું કરતા ઉઘાડા પગે ચાલવું શું ખોટું ? કારણ કે તેમ કરવાથી કોઈ ચોરી જશે આવો ભય બીલકુલ રહેતો નથી. કદાચ કાંટા વાગે તેની હરકત નથી. વળી મારા રંગમહેલના દરવાજાના બારણા તો સદાય બંધ રહે છે, કારણ કે ગામમાં તો આપણી પ્રશંસાની પ્રથા પથરાઈ રહેલી છે.કદાચ કોઈ ભૂલેચૂકે માગણ માગવા આવે તો તેને બિચારાને ભાનભૂલા થઈ પોતાનું ભાજન છોડી દઈને નાહક નાસવાનો જળકત આવે છે, કારણ કે મેં કૂતરો એવો સરસ પાળેલો છે કે તે ડેલીમાં છાની રીતે છાનોમાનો બેસી રહે છે અને કોઈ માગણ કે બ્રાહ્મણ માગવા આવે ત્યારે કૂતરો તેને એવું બચકું ભરે છે કે આવનાર બિચારો તોબા પોકારી ભીખ માગવાનું ભાજન પણ મૂકી દઇ પલાયન થઇ જાય છે તેથી આપણને તો બમણો લાભ જ થાય છે. બ્રાહ્મણની તાંબડી પણ બચે છે ને લોટ પણ બચે છે. વળી કોઈ આવીને આ સંબંધી પૂછપરછ કરે તો બંદો તો રૂવાબમાં ને રૂવાબમાં એવો જવાબ આપે કે અહીં તાંબડી નથી વળી નિરંતર આવી રીતે ઇશ્વર એકદા જણને ભેટાડી દે તો ઘરમાંથી એક પાઈ પણ ખર્ચ થાય નહિ. વળી કૂતરાને જો છોડી મૂકીએ તો ગામમાં જઈ પોતાનો નિર્વાહ પણ કરી આવે અને મોઢામાં ઘાલી એકાદ રોટલો લેતો પણ આવે તેથી આપણે મહાન ભાગ્યશાળી ગણાઇએ. વળી અત્યારે મારી ગાંઠે એક લાખ રૂ.ની મૂડી છે. તેને ગામના લોકો દેખી શકતા નથી પણ તે પૈસા કાંઇ કોઇના પાસેથી ઉછીના લીધા નથી કે લોકો દેખીને મારા ઉપર અદેખાઈ કરે, કારણ કે મહામહેનતવડે કરીને હજારો પ્રપંચ કરીને આટલી લક્ષ્મી ભેગી કરી છે.
વળી દુનિયાના લોકો મહામૂર્ખ છે તેથી જ તેઓ બોલે છે કે પાપ કરે તો નરકે જવું પડે, પણ તે વાત ખોટી છે, કારણ કે સ્વર્ગ નર્ક તો અહી જ છે. આ છેલ્લા શબ્દો તેના મુખમાંથી નીકળે છે તેવામાં
૩૦૦
300
રૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org