________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ અકસ્માત્ તેની સ્ત્રી મોંધી ત્યાં આવી ચડે છે અને તે તમામ વચનો સાંભળે છે. તે બોલી કે હે સ્વામિન્ ! શું તમને સ્વર્ગ માં જવાનો રસ્તો સૂઝયો છે જો એમ બને તો મનુષ્ય જન્મ સફળ થાય. પોતાની સ્ત્રી મોંઘીના આવા અકસ્માત્ વચનો સાંભળી મઘો બોલ્યો અરે ગાંડી ! હું અહીં એકલો બેસી માંડ માંડ વિચાર કરું છું ત્યાં તું વળી મારા આનંદના રંગનો ભંગ કરવા કયાંથી આવી? જા ઘરે જા, કોઈક ઘરમાંથી ગોટાળો વાળી જશે તો મારે નાહક આત્મઘાત કરવો પડશે. તેની સ્ત્રી બોલી હું તો બીજું કાંઈ કરવા આવી નથી પણ તમો સ્વર્ગ નર્ક બોલ્યા તે કયાં છે તે જોવા આવી છું. તેવા બૈરીના વચન સાંભળીને મઘાએ કહ્યું કે સાંભળ. પૈસાવાળા તે સ્વર્ગવાસી, બીન પૈસાવાળા તે નરકવાસી. કેમ હવે સમજીને? મોઘી બોલી તમારા સાથે મારા પાના પડયા ત્યારથી જ સમજીને બેઠી છું, પણ હે સ્વામિન્ ! તમામ પૈસાવાળા તમારા જેવા કંજુસ નહિ હોય કારણ કે ઇશ્વર પૈસો આપે તો ખાવું પીવું પહેરવું
ઓઢવું હરવું ફરવું પુન્ય દાન કરવું કે મળેલા પૈસાની સાફલ્યતા થાય પણ તમારે તો તમામના સાથે વેરઝેર કરવું છે માટે તમારા તમામ પૈસા નકામા છે સમજયાને ? એટલે મઘો ગુસ્સો કરીને બોલ્યો જા જા, હવે શિખામણ દેવાવાળી ! તારા જેવી પંડિતાણીયો બહુ જ થઈ ગઈ છે પણ યાદ રાખજે રાંડ જો કોઈ દિવસ દમડી તોડવાનું કહ્યું છે તો કોઇક દિવસ તને બહેરનકહી રવાના કરી દઇશ. મોંઘી બોલી કે અરે પીટયા કહી દે જટ મા-બહેન એટલે તારાજે ! કંજુસન. હાથમાંથી મારા સદ્ભાગ્યે મુક્ત થઈ નિરાંત પરમાત્માનું ભજન કરું કે મારા ઈહલોક પરલોક બશે સુધરે.
આવી રીતે કંજુસની લક્ષ્મી કોઇને કામ નહિ આવતા પરિણામે એળે જાય છે, માટે જેને લક્ષ્મી મળેલી હોય તેણે લોભ છોડીને દાન પુન્ય કરી મનુષ્ય જન્મ સફળ કરવો.
૩૦૧
ભાગ-૬ ફર્મા-ર૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org