________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ (અજાણ્યા ફળના ભક્ષણાદિક નિયમ ઉપર વંક્યલ ક્યો)
ઢીંપુરી નગરનીને વિષે વિમલયશા રાજા હતો. તેને પુષ્પ ચૂલ અને પુષ્પચૂલા પુત્રપુત્રી થયા. પુષ્પચૂલ પ્રકૃતિથી જ ઉલ્લંઠ હતો તેથી લોકોએ તેનું નામ વંકચૂલ પાડ્યું. હવે મહાજનના મુખથી વંકચૂલને ઉદ્ધત જાણી તેના પિતાએ ક્રોધ કરી નગરથી બહાર કાઢયો તેથી તે મહાઅરણ્યને વિષે ગયો. રાગથી તેની બહેન પણ તેના પાછળ ગળા ભીલ્લા લોકોએ તેને પોતાની પલ્લીમાં લઈ જઈ પલ્લિપતિ કર્યો. એકદા તે સિંહગુફા પલ્લીને વિષે કોઇક આચાર્ય ગયા. વર્ષાકાળ નજીક હોવાથી રહેવા માટે વસતિ માગી વંકચૂલે કહ્યું જયાં સુધી મારી હદ છે ત્યાં સુધી કોઇને ધર્મોપદેશ ન આપો તો રહેવા દઉં. તમારે મૌન કરવું પડશે. આચાર્યે કહ્યું કે તમારે કોઈ જીવનનો વધ કરવો નહિ. વંકચૂલે પણ તેનો સ્વીકાર કરી વસતિ આપી. ચોમાસુ પૂર્ણ થયા બાદ આચાર્યે કહ્યું : હવે અમો વિહાર કરશું કારણ કે - समणाणं, सउणाणं ममरकुलाणं च गोकुलाणं च । अनिआओ वसइओ, सारइआणं च मेहाणाण ॥१॥
ભાવાર્થ : સાધુઓની, પક્ષીઓની, ભમરાના સમૂહોની, ગાયોના ટોળાની તથા શરદઋતુના મેઘોની વસતી નિશ્ચય હોતી નથી, માટે ચોમાસું પૂર્ણ થવાથી અમો જશુ ત્યારબાદ ગુરુ ચાલવા માંડયા એટલે તેમના પાછળ કેટલીયેક ભૂમિ જઈને વંકચૂલ ઊભો રહ્યો તેને સૂરિએ કહ્યું કે હે ભદ્ર ! હું કહું તે નિયમને તું ધારણ કર – ૧ અજાણ્યું ફળ ખાવું નહિ, ૨ સાત આઠ પગલાં પાછા ફર્યા પછી ઘા કરવો ૩ રાજાની સ્ત્રીનું સેવન કરવું નહિ, ૪ કાગડાનું માંસ ખાવુ નહિ. આ ચારે નિયમો સુલભ તેમજ પોતાનાથી પાળી શકે તેવા હોવાથી વંકચૂલે પણ તે ગ્રહણ કર્યા અને ગુરુને નમસ્કાર કરી ઘરે ગયો. એકદા તે ચોર લોકોની સાથે સાર્થને લૂંટીને અરણ્ય પેઠો. ત્યા સુધાતુર થયેલા ચોર લોકોએ કિંપાકના ફળો ખાધા પણ પોતે તેનું નામ નહિ જાણવાથી તે ફળો ખાધા નહિ
(૩૦૨)
૩૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org