________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઘરે છ માસે પુત્ર થશે તે જાતમા તને બોલાવશે તેથી તારે રાજાના સાથે તેને ઘરે જવું. તે પ્રત્યક્ષ દાનનું ફળ દેખાડશે. ત્યારબાદ છ માસને છેડે પુત્ર થયો. તેણે સ્પષ્ટ વાણીવડે કરી વરરૂચીને બોલાવાથી રાજાને લઇને વરરૂચી તેને ઘરે ગયો. તે બન્નેના પાસે બાલક બોલ્યો કે હે મહારાજ ! જે તને વગડાને વિષે સાથવાનું દાન કરેલું હતું તે જ હું ભીલ્લ નવમોટી સુવર્ણના સ્વામી ધનપતિનો પુત્ર થયો છું, માટે દાનનું ફળ અહીં પણ છે એવા તે બાલકના વચનો સાંભળીને ચમત્કાર પામેલારાજાદિક દાન આપવા તત્પર થયા,માટે દીનાદિકને દયાવડે કરી દાન આપવા ચુકવું નહિ.
(ક્ષણતા ઉપર મઘા માલીનું દૃષ્ટાંત) દુનિયામાં કુપણતાની તો અવધિ જ કહેવાય છે.કપણ માણસો પોતાની માનુષ્ય વૃત્તિને સર્વથા ભૂલી જાય છે. જો કોઈ તેમને કૃપણતા ત્યાગ કરવાનો ઉપદેશ આપે તો તેમને ઉત્તર એવો સીધો મળે કે ફરીથી બીજા જીવો તેના જોડે બોલવાનું પણ ન કરે. જુઓ કૃપણની કંજુસાઇનો નમૂનો.
કંચનપુર નગરના રાજાનાબગીચાનું રક્ષણ કરનાર મધા માળી અને તેની બૈરી મોંઘીનો સંવાદ. બગીચામાં મધામાળીની વિચારશ્રેણી આખા શહેરના માણસો મને કંજુસ કહીને બોલાવે છે. એટલું જ નહિ પણ મારી સ્ત્રી મોંઘી પણ મને કંજુસ કહીને બોલાવે છે. તે પણ એક અજાયબપણાની વાત છે, પરંતુ મારા માં કંજુસાઇપણું ગણી કેવી રીતે શકાય ? જો હું ઘઉં ખાઉં છું, તો તરત જ મારા પેટમાં વાદી થાય છે. જો બાજરી ખાઉ છું તો તરત જ ગરમ પડે છે, અને તેટલા જ માટે જુવાર ખાવી પડે છે. વળી કોઈ દિવસ ભૂલથી જો મારાથી ઘી ખવાઈ ગયું હોય તો કફ થતાં વાર લાગતી નથી, અને તેલ ખાધામાં આવે તો તુરત જ ઉધરસ ઉપડી આવે છે, તેથી ઘી અને તેલ આ બન્ને વસ્તુઓ મારા માટે તો તદન નકામી જ છે. જો લીલું શાક લાવું તો અંદર ઘી
૨૯૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org