________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ગયો રાજાને દેખીને તે બોલ્યો કે હે મિત્ર ! વિક્રમ ! આવ તારો સંશય નિવર્તમાન થયો કે? રાજા પણ ચિત્તને વિષે ચમત્કાર પામીને બોલ્યો કે હે મિત્ર બાલક! કહે તેથી બાલક બોલ્યો કે હું ગોવીંદ નામનો બ્રાહ્મણ છું,તું અભ્યાગત આવેલ હતો તારી ભક્તિ કરવાવડે પુન્ય ઉપાર્જન કરી હું કાંતિનગરીના રાજાનો પુત્ર થયો છું અને કદર્ય તે દરિદ્રિની પુત્રી થયેલ છે. તેલના ચતુર્થીશ પુન્ય ભાગને માગવાથી તારા દર્શનથી જ તે તેને સવાલાખ આપવાથીતે જીવેલ છે, માટે એક ગણુંદાન અને સહસ્ત્ર ગણું પુન્ય એ બોલ બરાબર છે. આ પ્રમાણે સાંભળી રાજા પણ તે બાળકને આલિંગન કરી હર્ષ પામી પોતાને નગરે ગયો. રેલું દાન ફળદાયક થાય છે તે વિષે શાલિવાહન દષ્ટાંત)
પ્રતિષ્ઠાનપુરને વિષે શાતવાહન રાજા હતો. તેને ઘોડાએ હરણ કરવાથી તે અટવીને વિષે જઈ પડ્યો. ત્યાં વડ વૃક્ષના નીચે રહેલારાજાને ભિલ્લની સાથે મિત્રાઈ થઈ. તેથી ભીલ્લ વિચાર કરે છે કે રાજા આજે મારો અતિથિ છે એમ વિચારી સાથવો આપી રાજાનો સત્કાર કર્યો. રાત્રિને વિષે અત્યંત શીત પડવાથી ભીલે રાજાને પોતાના ઘરને વિષે વિશ્રાંતિ કરાવી અને પોતે બહાર સૂતો. સકત ઠંડીથી ભીલ મરણ પામ્યો. તેની સ્ત્રી ભીલડી કાતર લઈ રાજા પ્રત્યે બોલી કે હત્યા આપીશ, તેથી રાજાએ દસ હજાર સોનામહોરો આપીને ભીલડીને સંતોષિત કરી. ત્યારબાદ સૈન્ય આવ્યું. રાજા પોતાને નગરે ગયો. રાજયનું પ્રતિપાલન કરતા ભીલનું મરણ યાદ આવવાથી ચિંતા ઉત્પન્ન થઈ કે દાનનું ફળ નથી. એ પ્રકારે લોકોને વિષે અનર્થ થવાનો સંભવ જાણીને પંડિતોને બોલાવીને કહ્યું કે દાનનું ફળ દેખાડો, નહિ દેખાડો તો માનવયંત્રમાં નાખી તમારો વિનાશ કરીશ.તેઓ પણ રાજાને ઉત્તમ નહિ આપી શકવાથી અને અરસપરસ વિચાર કરતા છ માસ થવાથી મુખ્ય પંડિત વરરૂચીએ સરસ્વતીનું આરાધન કરી, પ્રત્યક્ષ તેને બોલાવી, પુછવાથીતેણીએ કહ્યું કે આ નગરમાં ધનપતિ નામનો વ્યવહારી છે. તેને
૨૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org