________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ દાન આપવામાં શ્રદ્ધાળુ હતો તેના ઘાસના ઝુંપડામાં માર્ગમાં થાકી ગયેલો રાજા ગયો. ગોવીંદે પણ તેને પૂછવાથી અભ્યાગત છે માટે તેની ભક્તિ કરવી જોઈએ એમ વિચારી પોતાના સ્થાનને વિષે તેને બેસાર્યો ત્યારબાદ રાજાના શ્રમને દૂર કરવા માટે તે કદર્ય ઘરે તેલ લેવા ગયો. અને તેમ માગ્યું પણ કદર્ય આપતો નથી. બહુ કહેવાથી તેલના પુન્યનો ચોથો ભાગ માગી મહાકષ્ટ તેલ આપ્યું. તેલ લાવીને બ્રાહ્મણે રાજાને ઊના પાણીથી નવરાવ્યો. પછી અરસપરસ પ્રશ્ન કરી તેને આવવાનું કારણ પુછયું તેથી રાજાએ સર્વ કહ્યું. ત્યારબાદ ગોવીંદે પોતાના ઘરની પાસે રહેલા વલાના વૃક્ષ ઉપર વાસ કરનાર પોતાની પૂર્વપરિચિત દેવીને પૂછયું તેથી તેણીએ નિર્ણય કહેવાથી બ્રાહ્મણે રાજાને તમામ વૃત્તાંત કહ્યું કે મહિષીપાલ ગોવાળીઆના વચનનો નિર્ણય નવ માસને છેડે કાન્તિ નગરીને વિષે તને થશે અને પાછલી રાત્રિએ સર્પ કરડવાથી મારું મરણ થશે અને વિશુચિકાવડે કરી કદર્યનું મરણ થશે, માટે નિશ્ચય તારે કાંતિનગરીમાં આવવું. રાજા પ્રાતઃકાળે બન્નેના મરણ થયેલા દેખી નિશ્ચય થવાથી ત્યાંથી ચાલ્યો. કોઇ વનમાં વ્યંતરી રાજાના રૂપને દેખી ભક્તિવાળી થઈ ભક્તિ કરવા લાગી અને રાજાએ નવ માસ વ્યતીત કર્યા. ત્યારબાદ કાંતિનગરી પ્રત્યે જેવો રાજા ચાલવા માંડે છે તેવો જ દેવીયે ઉપાડીને કાંતિનગરીના ઉદ્યાનને વિષે મૂકયો. એવામાં તે દરવાજામાં પ્રવેશ કરવા જાય છે તેવામાં એક દરિદ્રી સ્ત્રીને એક બાલિકાનો ત્યાગ કરતી દેખીને રાજાયે પૂછયું કે આ શું છે ? તેણીએ કહ્યું કે પ્રથમથી જ સાત કન્યારો નિર્માગણીયો ઉત્પન્ન થયેલી તો છે જ અને હાલમાં આ આઠમી ઉત્પન્ન થયેલી તો છે તેનો હું ત્યાગ કરું છું. અને તેથી કૃપાળુ રાજાયે સવાલાખ રૂા.ની પોતાની મુદ્રિકા આપીને તે બાલિકાનું રક્ષણ કર્યું અને નગરમાં ગયો. તેવામાં નગરમાં પડહ વાગતો સાંભલ્યો કે રાજાને ઘરે છોકરો જમ્યો છે તે દૂધપાન કરતો નથી ને બોલે છે કે મારા સાથે મિત્રાઈ કરો. તે સાંભળી વિક્રમ પટને સ્પર્શકરી રાજાના મહેલમાં પુત્રની પાસે
૨૯૬
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org