________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ वीतरांग स्मरन् योगी, वीतरागत्वमश्नुते । सरागं ध्यायतस्तस्य, सरागस्त्वं तु निश्चितं ॥१॥
ભાવાર્થ : વીતરાગનું સ્મરણ કરનાર યોગીવીતરાગપણાને પામે છે અને સરાગપણાનું ધ્યાન કરતો નિશ્ચય સરાગદશાને પામે છે. इलिका भ्रमरीध्यानाभ्रमरी जायते यदा । तथा ध्यानानुरुपः स्याज्जीवः शुभाशुभत्ववान् ॥२॥
ભાવાર્થ : જેમ ઇયલ ભમરીના ધ્યાનથી ભમરીપણાને પામે છે તેમ શુભાશુભની જેવા પ્રકારની ભાવનાનું ધ્યાન કરવાવાળો જીવ ધ્યાનને અનુરૂપ ફળ મેળવવાને માટે શક્તિમાન થાય છે તેથી આણે મરૂસ્થલીનું ધ્યાન કરવાથી રોગ નાશ પામ્યો. એવું સાંભળી રાજાએ પણ તે વૈદ્યનું બહુ જ સન્માન કર્યું. (એગણું દાન સહસ્ત્રગણું પુન્ય તેની પરીક્ષા
ઉપર વિક્રમ સ્થા ઉજ્જયિની નગરીને વિષે વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. એકદા રાજાની સભામાં નટો નાચ કરવા લાગ્યા. તેને દેખીને ત્યાં આવેલા એક ગોવાળીઆએ બીજોરું નટોને ભેટ આપ્યું તેથી નટે કહ્યું કે એકગણું દાન અને સહસ્ત્રગણું પુન્ય. તે સાંભળી રાજાએ હ્યું કે એ વાત કેમ સંભવે ? નટે કહ્યું કે સોપારકપુરે કદર્ય ગૃહે જઈને જો . તેવું સાંભળીકૌતુકી રાજા તેને ઘેર ગયો. ત્યાં જઈ લોકોને પૂછ્યું કે કદર્યનું ઘર કયાં છે ? તેથી લોકોએ કહ્યું કે તું તેનું ઘર ત્યાગ કર, તું તેનું નામ ન લે. આજે તને ભોજન મળવાનો પણ સંશય છે. આવી રીતે લોકોએ વાર્યા છતાં પણ વિક્રમ તેને ઘરે ગયો. ત્યાં દોરા આદિકને વણતા અને કુકાર્યને કરતા કદર્યને દેખ્યો. તેના નજીક રહીને તેના ભોજન આચ્છાદનાદિકને દેખ્યું. ત્યારબાદ સાયંકાળે ત્યાં વાસ કરવાનો અર્થી રાજા કદર્યના ઘરની નજીકમાં ગોવીંદ નામનો બ્રાહ્મણ કે જેનું બીજું નામ ટોલીયો હતુ તે
બ૨૯૫
૨૯૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org