________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ સરોવરના ધ્યાનથી તેને જલોદરનો રોગ થયો તેથી રામ રાજાએ બહુ જ સારા વૈદ્યો પાસે તેની બહુ જ સારી રીતે ચિકિત્સા કરાવી પરંતુ કાંઈ પણ ગુણ થયો નહિ. કહ્યું છે કે – वैद्यस्त विहीनो, निर्भज्जाकुलव्रदूर्वतीपीनः । कटुकश्च प्राघुर्णको, मस्तकशूलानि चत्वारि ॥१॥
ભાવાર્થ : તર્ક વિતર્કહીન વૈદ્ય, નિર્લજ્જ કુલીન સ્ત્રી, પુષ્ટશરીર વાળો સાધુ અને કડવાબોલો ઘરે આવેલો પરોણો આ ચારે માથાને વિષે શૂળ જેવા છે.
એકદા ત્યાં કોઈ વિચારશીલ વૈદ્ય આવ્યો. તેને રાજાએ કહ્યું કે તું આના રોગની દવા કર તેથી વૈદ્ય પણ સરોવરનું વૃત્તાંતાદિક જાણીને તર્ક પૂર્વક કવિને કહ્યું કે હે કવીંદ્ર ! તું મરુસ્થલીનું વર્ણન કર તેથી તે વર્ણન કરવા લાગ્યો. मृगतृष्णां सदा दर्श, दर्श तृषितवक्षसः । ओष्टतालुगलादीनि, शुष्यन्ति स्म दिने दिने ॥१॥
ભાવાર્થ : મૃગતૃષ્ણાને નિરંતર દેખી દેખીને જેનું હૃદયતૃષા વડે વ્યાપ્ત થયેલું છે એવા હોઠ તાળવું, વિગેરે તૃષા લાગવાથી દિવસે દિવસે સુકાઈ શુષ્ક થવા માંડયા.
ઇત્યાદિ મરુસ્થલીનું વર્ણન કરવાથી તે કવીંદ્રનો જલોદર રોગ ગયો તેથી વિસ્મય પામેલા રાજાએ કવીંદ્રને કહ્યું કે હે વૈદ્ય ! મરુસ્થલીનું વર્ણન કરવાથી આનો રોગ કેવી રીતે ગયો ? તેથી વૈદ્ય બોલ્યો કે પ્રથમ આણે પાણીથી ભરેલા સરોવરનું બહુ વર્ણન કર્યું તેના ધ્યાનથીતેને જલોદરનો રોગ થયો અને હાલમાં તેના પ્રતિપક્ષી મરુસ્થલીનું વર્ણન કરવાથી તે રોગ ગયો. તેથી જેવું ધ્યાન હોય છે તેવું મન થાય છે, જેવું મન હોય છે તેવું શરીર થાય છે, માટે શુભ અશુભ સાંભળવાથી જીવ હર્ષ શોક કરવાવાલો થાય છે કહ્યું છે. કે -
૨૯૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org