________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
(અજ્ઞાન દાન ઉપર શુભેર શ્રેષ્ઠીની સ્થા)
શુભંકર નામના શેઠે પોતાના જન્મ મધ્યે લાખજ્ઞાતિ ભોજન, લાખ કન્યાદાન, લાખ ગોદાન, લાખ બ્રાહ્મણભોજન આવી રીતે ચાર લાખ કર્યા અને પોતાના ઘરને વિષે રેહાલ નિધાનની ભૂમિ ઉપર મરીને સર્પ થઈ નિરંતર પોતાના પુત્રાદિકને ડરાવવા લાગ્યો. તેના ઘરની પાસે ધર્મદાસ નામનો શ્રાવક રહેતો હતો. તે તથા પ્રકારના ધનના અભાવથી એક વર્ષે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકાને ભાવથી એક વાર દાન આપતો હતો તેથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા શુભંકરના પુત્રોને સર્પ ડરાવે છે તે વાત ધર્મદાસને કહી તેથી તેણે પૂર્વભવ કહ્યો કે આણે પૂર્વભવને વિષે લક્ષજ્ઞાતિ ભોજનથી છકાયનો આરંભ કરેલ છે. અનેક પત્રાવલીયો અને પડીયાઓના ઢગલાઓ ખરાબ ઠેકાણે નાખવાથી ત્યાં અનેક બેઇંદ્રિયાદિક જીવોની વિરાધના કરી છે. એવીરીતે લક્ષ ચતુષ્ક ચાર લાખના દાનને વિષે પs આણે મહાપાપ ઉપાર્જન કરેલ છે તેથી કરીને સર્પ થયેલ છે. વળી તેણે મારા ધર્મની નિંદા પણ કરેલી છે, તેથી આ જીવ દુર્લભબોધિ થયેલ છે. મરીને નર્કે જશે. તે સાંભળી તેના પુત્રો બોધ પામીને શ્રાવકો થયા અને ધર્મદાસ પણ સંયમ લઈ તે જ ભવને વિષે મોક્ષે ગયો.
( ધ્યાનને સુબુદ્ધિ કવિ ક્યા) ध्याने नये नैव युतो मनस्वी, तेनैव ताद्रक् सदसत्स्वरुपः स्वच्छाश्वद्यद्भिषजा वितेने, नीरुक्कवींद्रो मरुवर्णनेन ॥१॥ - ભાવાર્થ : મનુષ્ય જેવા પ્રકારના ધ્યાનવાળો હોય છે તેવા પ્રકારના સાર અસાર સ્વરૂપને પામે છે, કારણ કે વૈધે સ્વચ્છ પત્થરના પેઠે મરૂદેશનું વર્ણન કરવાથી કવીંદ્રને નિરોગી કર્યો.
શ્રીરામ રાજાની સભાને વિષે સુબુદ્ધિ નામનો કવિ હતો, તેણે રામરાજા એકરાવેલ મનોહર સરોવરનું મનહર કાવ્યવડે વર્ણન કરવાથી
૨૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org