________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ એક વણિકના દસ દ્રમ આપવા બાકી હતા તે વ્યાપારમાં તુરત નહિ આપવાથી સુધન પાસે રહ્યા. તથા એક વણિકને સો દ્રમ દેવાના હતા, પણ ભ્રાંતિથી એક સો દ્રમ આપી દીધા પણ સુઘન જાણતાં છતાં બોલ્યો નહિ અને પાછા ન આપ્યા. આ ત્રણ શલ્યની ગુરુ પાસે આલોચના લીધા સીવાય શસલ્ય રહ્યો, પરંતુ એક સાધર્મિકબાઈને સો દ્રમ આપીને યાવજજીવ સુધી સુખી કર્યો કારણ કે હાથની અંજલીને વિષે રહેલા પાણીથી પણ અવસરે મૂછ પામેલા જીવે છે, પરંતુ તે સુંદર ! મરણ પામ્યા પછી હજાર ઘીના ઘડા આપવા વડે કરીને પણ શું ? અર્થાત્ કાંઈ જ નહિ. અનુક્રમે સુઘન, ધનશ્રી, પોતાનો મિત્ર છે અને વાણિયા અને સાધર્માભાઈ કાળધર્મ પામી આ છએ જણા સૌધર્મ દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવીને ધનદત્ત અને કુમુદ વતીના ચાર પુત્રો થયા. ધનદત્તનો જીવ તે ચારેનો પિતા થયો. સાધર્મિકનો જીવ તું થયો. પહેલો પુત્ર ધનાવહનો જીવ થયો. પૂર્વે સો દ્રમ ખાઈ જવાથી સર્વ દ્રવ્ય તેણે નાશ કર્યું અને ધર્મની નિંદા કરવાથી અલ્પ આયુષ્યવાળો થયો, બીજા બે પુત્રો થયા તેનું દેવાનું હતું, તેથી આટલું દેવું પડયું. વળી કુમુદવતીને ઘરે ભેંસે બે પાડાને જન્મ આપેલો હતો તેથી વિચાર કરવા લાગી કે કોઇક આ બશે પાડાને હરણ કરી જાય તો સારું આવું દુર્બાન કર્યું, તેથી જાત માત્ર બન્ને પુત્રોનો વિયોગ થયો. એવા પ્રકારે શ્રી સીમંધરસ્વામી મહારાજના વચન સાંભળીને સંશય રહિત થયેલો મહાનંદ પોતાને ઘરે આવ્યો અને તમામ વૃત્તાંત માતા પિતાને કહેવાથી માતાપિતા દીક્ષા લઈ સ્વર્ગે ગયા અને મહાનંદે પોતાના બન્ને બંધુઓને ધર્મયુક્ત કર્યા, તેમ જ પોતે અવસરે દિક્ષા લીધી. કાળધર્મ પામી માહેંદ્ર ચોથા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્યજન્મ પામી મોક્ષે જશે. જેમ મહાનંદે પોતાના લીધેલા નિયમને પૂર્ણ શ્રદ્ધાથી પાળી સ્વર્ગ મેળવ્યું તેમ ઉત્તમ જીવોએ પણ નિયમો ગ્રહણ કરી દ્રઢતાથી પાળવા ચુકવું નહિ.
૨૯૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org