________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ રૂદન અને શોક કરવાવડે કરીને શું ? એવા બહેનના વચનો સાંભળી હાટ ઉપરવેપાર કરવા માંડયો. થાવર માતંગ જયારે ગુણસુંદરને વાણિજયા હાટથી શાલિ આદિ અપાવી ઘરે ગયો. ત્યારે ભોજન સમયે તેની સ્ત્રીએ કહ્યું કે હાલમાં તો આ જ વસ્તુ તૈયાર છે. એમ કઠોર વચનો કહી બત્રીશ પહોરની વાસી છાશ અને વાસી ભોજન પીરસ્યું તે કાંઇક અંધકારને વિષે અને વાસી ભોજનનો નિયમ હતો તે જાણવા છતાં પણ ખાધું તેથી ગાઢ નિદ્રામાં શૂળના રોગથી મરણ પામી ગુણસુંદરની બહેનની કુક્ષીમાં ઉત્પન્ન થયો. કેટલાક દિવસ ગયા પછી ગુણસુંદર માતંગના પાડાને વિષે ગયો. ત્યાં થાવરના ઘરમાં આક્રેટ જાણી લોકોને પૂછયું કે થાવર કયાં છે ?તેઓએ કહ્યું કે મરણ પામ્યો. તે સાંભળી અત્યંત ખેદ પામી બોલ્યો કે હા, હા, આ શું થયું? સંદેહ પણ ભાગ્યો નહિ તેથી ઘરે જવાની તૈયારી કરી. તેની બહેને કહ્યું કે હું હાલમાં સગર્ભા છું. પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રહે તેથી તે રહ્યો એકદા હાટને વિષે રહેલા તેને એક સ્ત્રીએ આવીને કહ્યું કે હે ભાઈ ! તારો ભાણિયો તને બોલાવે છે. તે સાંભળી આશ્ચર્ય પામી ઘરે ગયો. તેને તત્કાળ ઉત્પન્ન થયેલા બાલકે કહ્યું તું જલ્દી થાવરને ઘરે જા. ત્યાં તેની સ્ત્રીને બાળક ઉતાશ થયો છે તે મારી નાખે છે, માટે પ્રથમ તું તે બાળકનું રક્ષણ કર. ગુણસુંદરે ત્યાં જઈને કહ્યું કે આ કામ તું શું કરે છે ? શા માટે હિંસા કરે છે ? માતંગી બોલી કે શું કરું ? આ મારી કુક્ષિમાં આવ્યો કે તરત તારો મિત્ર મરણ પામ્યો. ઘરમાં કેવળ દારિદ્રય જ છે. માટે જીવાડીને શું કરું? ગુણસુંદરે બહુ ધન આપી તેને છોડાવ્યો અને પોતાને ઘરે આવ્યો. ભાણેજે કહ્યું હે મામા ! તારો સંદેહ ભાંગ્યો કે ? મામાએ કહ્યું કે ન ભાંગ્યો બાળક બોલ્યો કે તારી સાધર્મિક ભાઇની ભક્તિ કરી અભક્ષના નિયમને પાળી થાવર નામનો માતંગ હું ચાર કોટી દ્રવ્યનો સ્વામી તારો ભાણેજ થયેલ છું કાંઇક નિયમને વિરોધી તે ભવનને વિષે શૂળ રોગની મહાવ્યાધિથી મરણ પામ્યો અને ખરાબ વાસી અન્ન ભક્ષણ કરવાથી તારો બનેવી શેઠ થાવર માતંગને ઘરે જન્મ્યો છે, માટે આજથી
309
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org