________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ઉત્તમોત્તમ ગતિના ભાજન થયા. અહીંયા દ્રવ્ય તો ન્યાયનું હતું, પરંતુપાત્ર સારૂ નહિ હોવાથી આવું ખરાબ ફળ મળ્યું તે બીજો ભાંગો થયો. ૨.
હવે પૈસો અન્યાય-અધર્મનો હોય, પરંતુજો પાત્રરૂડુ મળ્યું હોય તો પણ પાત્રદાનના પ્રતાપે મહાન ફળ આપનાર થાય છે. શાસ્ત્રકાર મહારાજા તેના ઉપર દષ્ટાંત આપે છે. જયારે ઈશુ કહેતાં શેલડીનું બીજ વિચ્છેદ જાય છે. ત્યારે કાશનું બીજ વાવવાથી પણ શેલડી થાય છે, માટે અહીંયા પાત્રદાનની મુખ્યતા ગણેલી છે. સુપાત્રમાં ધન આપવાથી દાન આપનારના તે ચાર ગતિના ફેરાને ટાળે છે. ગાયને ઘાસ ખવરાવતાં છતાં પણ તે દૂધ આપે છે, અનેતે જ દૂધ જો સર્પના મુખમાં પડે છે તો વિષ થાય છે. સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં પડે છે તો ઉત્તમ મોતી પાકે છે, અને સર્પના મુખમાં પડે છે તો વિષ થાય છે. વળી વિમળશાનામના વણિકનું દ્રવ્ય સારું નહોતું પરંતુ જૈન મંદિર બંધાવવામાં ઉપયોગ કર્યો તો તેની સદ્ગતિ થઈ. હવે જો દ્રવ્ય અન્યાય અધર્મનું હોય અને તેને સારા માર્ગમાં વાપરે નહિ તો તેની ગતિ સારી થતી નથી. અને કૃપણતાના તેમજ કુમાર્ગે વાપરવાના દોષે જગતમાં તેની અપકીર્તિ બોલાય છે. આવી રીતે અન્યાય અધર્મ અને પાપોદયના યોગે મમણ શેઠ, નવનંદ, સાગરશ્રેષ્ઠી વિગેરે દુર્ગતિના ભાજનભૂત થયા છે, એવી રીતે ત્રીજો ભાંગો થયો. ૩.
હવે એક તો અન્યાયના દ્રવ્યને કુમાર્ગ તેમજ કુપાત્રને વિષે નાખવાથી આ ભવમાં કે પરભવમાં તેને પ્રાપ્તિ તો લેશ માત્ર થતી નથી. તેવું દાન કરવું તે ગાયને મારીને કુતરાનું પોષણ કરવું તેના જેવું છે. અને તેથી સારી ગતિ તો થાય જ નહિ જે જીવો અન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે કરીને શ્રાદ્ધાદિકને કરે છે તેના પૂર્વજો કદાપિકાળે વૃદ્ધિ પામતા નથી. અન્યાયના દ્રવ્યથી અનેક પ્રકારે પાપ અને અભિમાન વૃદ્ધિને પામે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org