________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अतिथि तं विजानीयाद्यस्लोभो न विद्यते ॥२॥
इति श्राद्धगुणविवरणे ભાવાર્થ : જે મહાત્માએ તિથિ,પર્વ, ઉત્સવો સર્વે ત્યાગ કરેલા છે તેને અતિથિ જાણવો, અને બાકીનાને અભ્યાસગત જાણવા. ૧ રૂપાને વિષે, સુવર્ણને વિષે, ધનને વિષે ધાન્યને વિષે જેને કોઈ પણ પ્રકારે લોભ ન હોય તેને અતિથિ જાણવો. ૨ આવા અતિથિને દાન આપવું તે મહાપુજાર્થે થાય છે.
હવે દાનના ઉપર ચૌભંગી કથન કરે છે :
ન્યાયથી ઉત્પન્ન કરેલ દ્રવ્યને ઉત્તમ સુપાત્રામાં આપવું તે પ્રથમ ઉત્તમ ભાંગો છે, એવા પ્રકારના દાનથી દેવ અને મનુષ્યની ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ વ્રતાદિક પણ થઇ શકે છે. પરિણામે ધન્ના તથા શાલિભદ્રાદિકના પેઠે મુક્તિ પણ મેળવશે.
હવે દ્રવ્ય તો ન્યાયનું હોય, પરંતુ કુપાત્રા,પાત્ર મળ્યું હોય, તો લક્ષભોજી બ્રાહ્મણની પેઠે તેનું ફળ સારૂ મળતું નથી. તે બ્રાહ્મણને લાખ બ્રાહ્મણોને જમાડવાથી તેનું ફળ અલ્પ મળ્યું. અને મરણ પામીને ધોળો સેચનક હસ્તિ થયો, અને ત્યાંથી મરણ પામીને નરકે ગયો, અને લક્ષભોજી બ્રાહ્મણને જમાડનારની રસવતી સાચવવાથી જમાડનારને તમામને જમાડી રહ્યા પછી બાકીનું વધેલું આપ્યું તેણે સારા તપસ્વી સાધુને સુપાત્રમાં દાન આપવાથી, તેમજ વ્રતધારી શ્રાવકોને જમાડવાથી ઘણું પુન્ય બાધ્યું, અને શ્રેણિક રાજાને ઘરે નંદિષેણ નામનો પુત્ર થયો, સુપાત્રદાનના પ્રતાપથી બહુ જ ઋદ્ધિસિદ્ધિનો ભોક્તા થવા સાથે પાંચસો કન્યાઓનું પાણિગ્રહણ કરનાર તેમજ બહુ જ સુખસંપત્તિને મેળવનાર થયો. સેચનક હસ્તિને શ્રેણિક રાજાયે પકડી મંગાવવાથી નંદીએણને દેખીને એક દિવસ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું, અને તેથી પશ્ચાત્તાપનો ભોક્તા થઇ, લક્ષભોજી બ્રાહ્મણનો જીવ સેચનક હસ્તિ નરકે ગયો, અને નંદીપેણ
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org