________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ अन्नेन धार्यते कृत्स्नं, चराचरमिदं जगत् ॥१॥ | ભાવાર્થ : મહાત્મા કૃષ્ણમહારાજા કહે છે કે તે યુધિષ્ઠિર ! દુનિયામાં અન્નદાનથી બીજું ઉત્કૃષ્ટ દાન કાંઈ પણ કોઇ ઠેકાણે નથી, કારણ કે આ બરાબર સમગ્ર જગત અન્નથી જ ધારણ કરી શકાય છે. સબબ તમામ જગત અન્નથી જ જીવે છે.
વળી પણ પદ્મપુરાણને વિષે કહ્યું છે કે – सर्वेषामेव भूतानामन्ने प्राणा प्रतिष्ठिताः । तेनान्नदो विशां श्रेष्ठ, प्राणदाता स्मृतो बुधैः ॥१॥ प्राहवैवस्वतोराजा, राजानं केारिध्वजम्, । च्यवंतं स्वर्गलोकात्तं, कारुण्येन विशांवर ॥२॥ ददस्वान्नं ददस्वान्नं, ददस्वान्नं नराधिप ? कर्ममूमौ गतो भूयो, यदि स्वर्ग त्वमिच्छसि ॥३॥
ભાવાર્થ : સર્વ જીવોના પ્રાણ અન્નને વિષે રહેલા છે. તે જો ન મળે તો પ્રાણ પરલોક જાય છે કારણ માટે હે રાજન ? અન્ન આપનારને પંડિત પુરૂષોપ્રાણ આપનાર કહેલ છે. ૧ સ્વર્ગ થકી ચ્યવન કરનાર કેશરિધ્વજ રાજાને કારૂણ્ય થકી વૈવસ્વત રાજા કહેવા લાગ્યો કે હે રાજન્ ! અન્નદાન દે અન્નદાન દે, અન્નદાન દે, કારણ કે કર્મભૂમિ પ્રત્યે જઈને જો ફરીથી તારે સ્વર્ગની ઇચ્છા હોય તો તું અન્નદાન દે અર્થાત્ અન્નદાનનું મહાન પુન્યકર્મ હોવાથી મનુષ્ય લોકમાં અન્નદાન કરનારા સ્વર્ગને વિષે ગમન કરે છે. તેથી વૈવસ્વત રાજાએ સ્વર્ગથકી ચ્યવતા એવા કેશરીધ્વજ રાજાને ફરીથી સ્વર્ગ મેળવવા માટે અન્નદાન આપવાનો ઉપદેશ કર્યો. ૨-૩
તિથિ સ્વરુપ - तिथिपर्वोत्सवाः सर्वे, त्यक्ता येन महात्मना ।
अतिथि तं विजानीयाच्छेपम्यागतं विदुः ॥१॥ हिरण्ये वा सुवर्णे वा, धनधान्ये तथैव च ।
૫0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org