________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વિશ્વાસઘાત કરી બીજાઓને ઠગનારા તથા વ્યસનના સમૂહને સેવન કરવામાં રસિકપણું ધારણ કરનારા તેમજ વિકથાને વિષે રસવાળારક્ત તથા શુદ્ધ ધર્મના સેવન કરવામાં રસ રહિત (શ્રદ્ધા-પ્રેમ-પ્રીતિ રહિત) તથા ગુણ રહિત-નિર્ગુણીયો તેમજ એક પોતાના સ્વાર્થનેજ વલ્લભ માનનારા તથા લુબ્ધા ક્ષુબ્ધા શઠવૃત્તિ ધારણ કરનારા તેમજ પરોપકાર કાર્યકરવામાં સર્વથા પ્રકારે બુંઠા (શ્રદ્ધાવગરની) તેમજ, દુરાચારના સેવનારા અને ઉપરથી મીઠા વચનો બોલવાવાળા તેમજ સ્ત્રીયોને વિષે પ્રપંચ-જાળ પાથરી તેમને વશ કરી પોતાનો સ્વાર્થ સાધવામાં કુશળ ઇત્યાદિક સમગ્ર ખરાબ દોષોવડે કરી ઉત્પન્ન થયેલી દુર્દશાથી જેઓના આત્માઓ અત્યંત દોષિત ભાવને પામેલા છે એવા અધમાધમ વૃત્તિવાળા જીવોની સંગતિ કરવી તે કોઈ પણ પ્રકારે સારી નથી. ૨-૫.
મતીયા વિસર્જનમ્ લક્ષ્મીને દાન, માન, પુન્ય કર્મમાં વાપરવી તે જ તેની સાર્થકતા છે.
પૃથ્વીનું આભૂષણ પુરૂષ છે, પુરૂષનું આભૂષણ શુદ્ધ વ્યવસાય છે, શુદ્ધ વ્યવસાયનું આભૂષણ શુદ્ધ લક્ષ્મી છે, અને સુદ્ધ લક્ષ્મીનું આભૂષણ પરોપકાર અનુકંપા, દયા અને સત્યાપારાને વિષેદાન આપવું તે જ છે. વળી પણ અન્ન દાનને મહાશ્રેષ્ઠ ગણેલ છે. જુઓ
अन्नदातुरधस्तीर्थकरो पिकुरुते करम् । तच्च दान चसत्पात्रे, दत्तं बहुफलं भवेत् ॥१॥
ભાવાર્થ : અન્નદાન કરનારના નીચે તીર્થકર મહારાજા પણ પોતાનો હાથ ધારણ કરે છે. તે કારણ માટે અન્નદાનના સમાન બીજું એક પણ દાન મોટું નથી. અને તે દાન પણ સત્પાત્રને વિષે આપવાથી બહુ ફલને આપવાવાળું થાય છે. ૧. જુઓ ઇતિહાસ પુરાણ - नान्नदानात्परं दानं, किंचिदस्तिनरेश्वर !
M૪૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org