________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ ભૂધરએ નામના ચાર બ્રાહ્મણો જન્મથી જ દરિદ્રી વસતા હતા. હવે તે દારિદ્રયથી પરાભવપામીને પોતપોતાના ઘરથી નીકળીને નાના પ્રકારના ગામડા અને શહેરમાં ફરતાં ફરતાં રોહણાચળ પર્વતના રાજાની સેવા કરવા લાગ્યા. અન્યદા આ બ્રાહ્મણો ભક્તિવાળા છે એવું જાણી તુષ્ટમાન થયેલારાજાએ તેઓને એક એક હાથ પ્રમાણવાળી રોહણાચળ પર્વતની ભૂમિ આપી. તેથી તે ભૂમિને ખોદવાથી ચારે જણા પોત પોતાના ભાગ્યથી સવા સવા લક્ષનું એક એક રત્ન મેળવી પોતાના નગર તરફ ચાલ્યા અને ભયંકર અટવીમાં આવી પડયા, ત્યારબાદ તેઓએ વિચાર કર્યો કે - આરસ્તો ભયવાળો વિકટ છે એવું ચિંતવી પોતપોતાનું વર્તન તેઓ ગળી ગયા. ત્યારબાદ તેઓને દેખીને સરંભ નામના ચોરે વિચાર કર્યો કે, આ બધાને કોઈ વિષમ સ્થાનમાં લઇ જઇ ને, તેઓને મારી નાંખીને હું રત્નો લઈ લઇશ. આવી ધારણા કરી તે ચોર “હું વટેમાર્ગ છું' એમ કહી તેઓની સાથે વાતચિત કરતો ચાલવા માંડયો અને તેઓ સર્વે એક વનને વિષે પેઠા તેઓને આવતાદેખીને વડવૃક્ષના ઉપર રહેલો પોપટ બોલ્યો કે પાંચ લાખ પ્રમાણ સુવર્ણો છે, આવે રીતે વારંવાર ભિલ્લો ને કહેવા લાગ્યો તેથી તે ભિલ્લો એ પણ તે પાંચની જડતી લઇનેતપાસ કરીને છોડી દેવાથી તેઓ પાંચે જણા ચાલવા માંડયા.તેથી પોપટે ફરીથી પણ તે જ પ્રકારે કહ્યું તેથી ફરીથીપણ ભિલ્લોએ તેના જોડા, વસ્ત્ર મસ્તકના ચોટલા વિગેરે જોઇને, રત્નો નહિ મળવાથી પાંચેના ઉદરોપ્રાત:કાળે જોશું એવી રીતે કહીને ભિલ્લના સ્વામીએ રાત્રિને વિષે તે પાંચને એક ઘરને વિષે પુરી દીધા. હવે જે ચોર હતો તે વિચાર કરે છે કે, આનામાંથી એકનું પણ ઉદરવિદારણ કરશે તો નિશ્ચયમારૂં મરણ થશે અને મારુ ઉદરવિદારણ કર્યાથી આ લોકોનું જીવવું થશે, એમ માનીને પ્રાત:કાળે ઉદર વિદારવાને માટે સજજ થયેલ ભિલ્લપતિને સંરભ ચોરે કહ્યું કે, પ્રથમ મારૂ ઉદર વિદ્યાર પછી જો વિત્ત
M૨૦૯
૨૦૯
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org