________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માટે ધન તથા જીવિતવ્યનો ત્યાગ કરે છે કારણ કે નિશ્ચય વિનાશ તો છે જ. તેથી પરોપકારને માટે ધન જીવિત તથા જીવિતવ્યનો ત્યાગ થાયતો તે વધારે શ્રેષ્ઠ છે, (૨) રવી, ચન્દ્ર, મેઘ, વૃક્ષ, નદી ગાયો સજજન પુરુષો એ સર્વને યુગને વિષે દેવ પરોપકાર માટે નિર્ણય કરેલા છે. બનાવેલા છે. (૩)
ઉપકાર રહિત પુરુષ કરતા હું તૃણને વધારે ઉત્તમ ગણું છું, કારણકે તે ત્રણ ઘાસ થઇને પશુઓનું રક્ષણ કરે છે અને યુદ્ધભૂમિને વિષે બીકણ જીવોના જીવિતવ્યનો બચાવ કરે છે. એટલેકે તૃણ મુખમાં લેવાથી શત્રુઓ તેમને નહિ મારતા-જીવતા છોડી દે છે. (૪) કયો માણસ પોતાના આત્માને માટે આ જીવલોકને વિષે જીવતો નથી ? અર્થાત્ સર્વે જીવે છે, પરંતુ જે પરોપકારને માટે જીવે છે તે જ ખરી રીતે આ દુનિયામાં સાચો જીવનાર છે. (૫) પરોપકાર રહિત મનુષ્યના જીવિતવ્યને ધિક્કાર ! છે કારણ કે તેનું જીવિતવ્ય કોઇ પણ પ્રકારે કામનું નથી. પરંતુ પશુઓ, ઘણાં જીવો કારણ કે તેઓના ચામડા પણ બીજાના ઉપકારના કામમાં આવે છે. તેમનું જીવિતવ્ય સફળ છે, પરંતુ પરોપકાર રહિત મનુષ્યનું જીવિતવ્ય કોઈ પણ પ્રકારે કામનું નથી, કારણ કે તે સિવાય તેનું કોઇપણ કોઈના ઉપયોગમાં આવતું નથી. ૬
(પરોપકાર ક્રવા ઉપર સંરભ ચોર ક્વા.) वैरं वरं स्यात्सह पंडितेन मूर्खेण सख्यं न हितैषिणाऽपि । चौरो द्विजान् यन्मरणाद्ररक्ष, खडगेन भूपं च कपिर्जघान ॥१॥
ભાવાર્થ : પંડિતના સાથે વેર હોય તે સારૂં પરંતુ હિતૈષી મૂર્ખના સાથે મિત્રતા કરવી સારી નહિ, કારણ કે ચોરે બ્રાહમણોનું રક્ષણ કર્યું અને તરવાર થી વાનરાએ રાજાને હણ્યો.
સુરસેન નામના નગરને વિષેલીલાધર, લક્ષ્મીધર, ગદાધર,
૨૦૮)
૨૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org