________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ નીકળે તો આની પણ એ જ ગતિ એવા પ્રકારે ભિલ્લોએ પણ તેનું વચન અંગીકાર કરવાથી, ને સરંભ ચોરનું ઉદર વિદારવાથી તથાતેમાંથી કોઈ પણ નહિ નીકળતા ખાલી દે ખવાથી, ભિલ્લપતિએતચારે બ્રાહ્મણોનો સત્કાર કરી ને તેને છોડી દીધા, તેથીતે ચારે બ્રાહ્મણો તેનો પરમ ઉપકાર માનતા પોતપોતાને ઘરે પહોંચ્યા તે માટે પંડિત શત્રુ સારો.
( પ્રેમસ્વરૂપ) કહ્યું છે કે નસીરાણિ પ્રાયઃ પ્રેમનિ !
જે કારણ માટે દર્શનના સારભૂત જ પ્રાયઃ કરીને પ્રેમ કહેલ છે. જેમ જેમ જે જે જેને જેને દષ્ટિગોચર થાય છે તેમ તેમ તેને તેને એટલે પ્રેમી જીવોને અરસપરસ પ્રેમની ગાંઠ દૃઢ થાય છે, માટે જ કહેલું છે કે દેખવાથી પ્રેમી જીવોનો પ્રેમ પ્રેમી જીવો ઉપરવૃદ્ધિ પામે છે અને તેથી જ પાંચ પ્રકારે પ્રેમ વૃદ્ધિ પામે છે. તેમ કહેલું છે. अवलोअणेण आलावणेअ, गुणकित्तमेण दाणाणं । छंदेणवट्टमाणस्स, निब्भरं जायए पिम्मं ॥१॥
ભાવાર્થ : વારંવાર જોવાથી, વારંવાર બોલાવવાથી, ગુણોના કીર્તન કરવાથીદાન આપવાથી ઇચ્છા માફક વર્તન કરવાથી, આમ પાંચ પ્રકારે એકબીજાને ગાઢ પ્રેમ ઉત્પન્ન થાય છે. (બંધાય છે) ૧
તથા પાંચ પ્રકારે પ્રેમનો નાશ થાય છે જે માટે કહ્યું છે કે असणेण अइदंसणेणं, दिछ अणालवं तेणं । माणेणऽअवमाणे (पवासे) णय, पंचविहं झिज्जए पेम्मं ॥२॥
ભાવાર્થ : નહિ દેખવાથી અતિ દેખવાથી દેખ્યા છતાંપણ નહિ બોલવાથી તથા માનને ધારણ કરવાથી તેમજ અપમાનથી અગર પ્રવાસ કરવાથી આપાંચ કારણથી પ્રેમનો ક્ષય થાય છે. ૨ પ્રિય પ્રેમને વિષે મદનરેખા ક્યા
M૨૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org