________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જો મુખથકી પાન ન કાઢી નાખે તો બુદ્ધિનો નાશ થાય છે. અને કપાળમાંથી તિલક ન કાઢી નાખે તો આયુષ્ય ઓછું થાય છે. કંઠથકી પુષ્પની માળા ન કાઢી નાખે તો પુષ્પની સુગંધીથી સર્પ આવીને ડંસ મારે છે અને શય્યાથી સ્ત્રીનો ત્યાગ ન કરે તો બલની હાનિ કરનાર થાય છે, માટે ઉત્તમ તેમજ પોતાના આત્માનું કલ્યાણ ઇચ્છનારાઓએ જરૂરાજરૂર ઉપરોક્તા ચાર વસ્તુઓ નિદ્રા કરવાના સમયે ત્યાગવી
શું ન જોવું ) न पश्येत्सर्वदादित्य ग्रहणंचार्क सोमयोः । नेक्षेतां मो महाकूपे, संध्यायां गगनं तथा ॥१॥ मैथुनं मृगयां नग्नां, स्त्रियं प्रकटयौवनम् । पशुक्रीडा च कन्यानां, योनिना लोकयेन्नर ॥२॥ न तैले न जले नास्त्रे, न मूत्रे रुधिरे न च । वीक्षेतवदनं विद्वानित्थमायुस्त्रुटिर्भवेत् ॥३॥
ભાવાર્થ : નિરંતર દરેક વખતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવું નહિ તથા કુવામાં ડોકું કરીને પાણીને પણ જોવું નહિ. ૧ સ્ત્રી પુરુષનું મૈથુન જોવું નહિ તથા મૃગયા (શીકાર) દેખવાની ઇચ્છા કરવી નહિ તથા પૂર્ણયુવાન અવસ્થાવાળી નગ્ન સ્ત્રીને તથા પશુઓનીક્રીડાને તથા કન્યાની યોનિને પુરૂષે જોવી નહિ. ૨. તેલને વિષે, શસ્ત્રને વિષે, રૂધિરને વિષે, મુત્રને વિષે, પાંડવ પુરૂષે મુખ જોવું નહિ કારણ કે તેમ કરવાથી આયુષ્ય તૂટી જાય છે. ૩
( ક્યારે પઠન ન રવું) अमा पूर्णा गुरुं हन्ति, शिष्यं हन्ति चतुर्दशी । उमयोरष्टमी हन्ति प्रतिपत्पाठ नास्ति च ॥१॥
૧૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org