________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ आहारं मैथुनं निद्रां, स्वाध्यायं च विशेषत ॥१॥ आहाराज्जायते व्याधि, मैथुनाद् गर्भदुष्टता । भूतपीडा निद्रया स्यात्, स्वाध्यायो बुद्धिहीनता ॥२॥
ભાવાર્થ : સંધ્યા સમયે નિશ્ચય ચાર કાર્યોને ત્યાગ કરવા જોઇએ આહાર ૧, મૈથુન ૨, નિદ્રા ૩, અને સ્વાધ્યાય ૪ નો વિશેષતાથી ત્યાગ કરે છે. છતાં પણ શાસ્ત્રકાર મહારાજાના વચનની અવગણના કરી ઉપરોક્ત ચાર કાર્ય સંધ્યાને વિષે કરે છે તો નીચે મુજબ વિપરીત ફળ આવે છે. સંધ્યાકાળે આહાર કરવાથી વ્યાધિ ઉત્પન્ન થાય છે. તથા મૈથુન સેવન કરવાથી કદાચ ગર્ભ રહે તે ગર્ભ દુષ્ટ થાય છે. નિદ્રા કરવાથી ભૂતપ્રેતાદિકની પીડા થાય છે, અને સ્વાધ્યાય કરવાથી બુદ્ધિની હીનતા થાય છે, માટે ઉત્તમ જીવોએ ઉપરોક્ત ચારે પોતાનાજ અહિતકારી હોવાથી સંધ્યાકાલે ત્યાગ કરવા યોગ્ય છે ૨.
વળી પણ વિવેક વિલાસમાં કહ્યું છે. संध्यायां श्रीदुहं निद्रां, मैथुनं दुष्टगर्भकृत् । पाठं वैकल्यदं रोग प्रदां मुक्ति न चाचरेत् ॥१॥
ભાવાર્થ : સંધ્યાકાળે નિદ્રા કરવાથી લક્ષ્મીનો દ્રોહ કરે એટલે લક્ષ્મી નાશ પામે છે. મૈથુન સેવનથી દુષ્ટ ગર્ભ થાય છે. પાઠ કરવાથી વિકલતા પ્રાપ્ત થાય છે અને ભોજન કરવાથી રોગ આપનાર થાય છે. માટે વિશેષતાથી એ ચારે ત્યાગ કરવા લાયક છે. निद्रासमयमासाद्य, तांबूलं मुखतस्यत्यजेत् । ललाटात् तिलकं कंठनमाल्यं तल्पात्तु योषितम् ॥१॥ प्रज्ञां हरति तांबूल-मार्युहरति पौंड्रकम् । મોનિશ્ચર્થર માન્યું, વર્નહાનિ રી: સ્રિય: રા.
ભાવાર્થ : નિદ્રા કરવાના સમયે મુખથકી તાંબૂલનો ત્યાગ કરવો. તથા કપાળથકી તિલકનો ત્યાગ કરવો. અને કંઠથકી પુષ્પની માળાને ત્યાગવી તથા શય્યાથી સ્ત્રીનો ત્યાગ કરવો. ૧. નિદ્રાસમયે
૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org