________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ द्विघा वाउवहोवापि, तेणढंति न चेहए ॥१॥
ભાવાર્થ : ભલે શરીરે સ્નાન કરેલ હોય તો પણ આ શરીર દુર્ગધી મલને સ્ત્રાવ કરનાર છે, કારણ કે બે પ્રકારે પણ વાયુને વહન કરનાર છે. તે કારણ માટે ચૈત્યને વિષે રહે નહિ કારણ કે પવનના સંચારથી આશાતના લાગે છે માટે દેરાસરજીમાં વધારે વાર રહેવું નહિ.
પુષ્પાદિક દ્રવ્ય ઉપયોગથી અવઘને શુભ ભાવ થાય તે કર્મના ક્ષય નિમિત્તે ન થાય, પરંતુ પુન્યબંધનના કારણભૂત થાય, તેથી તે દેવગતિ બંધનના કારણભૂત છે. ઉપલક્ષણપણાથી સુમાનુષત્વ સાધી પરંપરાયે ભાવપૂજાના કારણને પામી મોક્ષ આપવાવાળી થાય છે.
હવે શુદ્ધ અષ્ટપુષ્પીને કહે છે -
કષાયાદિકને ત્યાગ કરી આત્માના શુભ શુદ્ધ અધ્યવસાય પરિણતિરૂપ શાસ્ત્રોકતા પરિપૂર્ણ સકલ જીવના હિતરૂપ હિંસાદિક પાપસ્થાનોના પરિહારવડે કરીને અને નિરતિચાર સુગંધ યુક્ત ધર્મનું જે કરવાપણું છે તે જ પુષ્પ ધર્મ છે.
૧. પ્રમાદના યોગથી પ્રાણીયોના પ્રાણને હરણ કરવાતે હિંસા, અને તેનો અભાવ તે જ અહિંસારૂપ પ્રથમ પુષ્પ ૧. ૨. સર્જન પુરૂષોને હિતકારી અસત્યનો અભાવ જે સત્ય તે દ્વિતીય. પુષ્પ ૩. ચૌર્ય કર્મનો ભાવ તે ચૌર્ય, તેનો જે અભાવ તે અસ્તેય, અચૌર્ય, તૃતીયં પુષ્પ. ૪. તથા બ્રહ્મકુશલકર્મ તે, સેવેતે. મનોવાક્કાયવડે કરીને, કામસેવન વર્જન તે ચતુર્થ પુષ્પ. ૫. તથા સંગનો અભાવ નાસ્તિ તે અસંગતા, ધર્મ ઉપકરણ સિવાય ના પરિગ્રહને વર્જન, કારણ કે ધર્મ ઉપકરણને પરિગ્રહનો અભાવ કહેલ. કથાजंपि वत्थं पायं वा कबलं पायपुछणं । तंपि संजमलज्जट्ठा, धरंति परिहरंतिय ॥१॥
ન ૧૧૪
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org