________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ नसो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । मुच्छापरिग्गहो वुत्तो, इह वुत्तं महेसिणा ॥२॥
ભાવાર્થ : યદ્યપિ વસ્ત્ર પાત્ર, કંબલ, પ્રાદપ્રોજૅન વિગેરે સંયમના નિર્વાહ માટે તથા લજજાને માટે ધારણ કરે છે અને તેને તારક એવા જ્ઞાતપુ કહેતા મહાવીર મહારાજાએ પરિગ્રહ કહેલ નથી. પરિગ્રહ તો તે જ કહેવાય છે કે જે વસ્તુપાત્રને વિષે મૂછ હોય છે તેને જ મહાવીર ભગવાન પરિગ્રહ કહે છે, અન્યથા શરીર આહારાદિક પણ પરિગ્રહ કહેવાય ઇતિ પંચમં પુષ્પ, ૬, તથા શાસ્ત્રાર્થ તત્વાર્થને ગ્રહણ કરે તે ગુરૂ. યથાधर्म धर्मकर्ता च, सदा धर्मपरायणः । सत्वेभ्यो धर्मशास्त्रार्थदेशको गुरुरुच्यते ॥१॥
ભાવાર્થ : ધર્મને જાણનાર, ધર્મને કરનાર સદા ધર્મને વિષે પરાયણ પ્રાણિયોને નિરંતર ધર્મશાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર ગુરૂ કહેવાય છે.તે ગુરૂની સેવાભક્તિ બહુમાન તે ષષ્ઠ પુષ્પ ૭. તથા શરીરે જે તાપ ઉત્પન્ન કરે તે તપ અનશનાદિ, રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજજા, શુક્ર, એ સર્વે ને તપાવે અને અશુભ કર્મોને તપાવે તે તપ સપ્તમં પુષ્પ ૮. સમ્યપ્રવૃત્તિના હેતુ ભૂત જ્ઞાન તે અષ્ટમં પુષ્પ.
આવી રીતે અરિહંતની આજ્ઞારૂપ સાત ભાવપુષ્પવડે કરી જે દેવાધિદેવની પૂજા કરવામાં આવે છે તે જ મહાદેવ કહેવાય છે, કારણ કે પરમાત્માની આજ્ઞાનો પ્રતિપાલક જીવ જ કૃતકૃત્ય ગણાય છે. આજ્ઞા વડે કરી યુક્ત જ અષ્ટપુષ્પી તેજ નિરવદ્ય પૂજા કહેલી છે. એવી રીતે શુદ્ધ પૂજાથી મોક્ષ સાધનપણું બતાવી સસંમતપણું બતાવે છે, માટે જીવહિંસાદિક મિશ્રપણાથી દ્રવ્ય પુષ્પાદિ પ્રશસ્ય નથી, પણ
૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org