________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ હિંસા દિકના ત્યાગરૂપ અને અહિંસાદિકના ગ્રહણરૂપ વીતરાગની આજ્ઞારૂપ પ્રશસ્ત ભાવજન્ય કર્મ ક્ષય સાધ્ય નિર્ણ કરનારી આ શુધ્ધ અષ્ટપુષ્પી પૂજા વિદ્વાન મનુષ્યોને સંમત છે, માટે તમો ભાવપૂજા કરો. એ ઉપરોક્ત યથાર્થ મહાદેવના ગુણને ધારણ કરનારા મહાદેવનું પૂજન કરનારા જીવો ઉત્તમ ગતિના ભોક્તા થાય છે. नौरेषाभववारिधौ शिवपदप्रासादनिश्रेणिका, मार्गः स्वर्गपुरस्य दुर्गतिपुरद्वारप्रवेशार्गला कर्मग्रंथिशिलोच्चयस्य दलने दंभोलि धारोपमा, कल्याणैकनिकेतनं निगदिता पूजा जिनानां वरा ॥१॥
ભાવાર્થ : પરમાત્માની પૂજા ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન છે અને મુક્તિપુરી રૂપી મહેલને વિષે ચડવાને માટે નિસરણી સમાન છે. સ્વર્ગપુરીમાં જવાનો માર્ગ છે. દુર્ગતિરૂપી નગરીમાં પ્રવેશ કરવા માટે ભોગલ સમાન છે. કર્મની ગાંઠરૂપી મહાન પર્વતને ભેદવાને માટે વજની ધારા સમાન છે. કિં બહુના ! જિનેશ્વર મહારાજાએ પરમાત્માની શ્રેષ્ઠ પૂજાને એક જ કલ્યાણની પરંપરાનું સ્થાન તેમજ મુક્તિસ્થાપના સમાન કથન કરેલ છે.
(પાંચ પ્રકારની જિનેશ્વરની ભક્તિ) पुष्पाद्यार्चा१ तदाज्ञा च२, तद्रव्य३ परित्तणम् । उत्सवा४ स्तीर्थ५ यात्रा च, भक्तिः पंचविधा जिने ॥१॥
ભાવાર્થ : પરમાત્માની પુષ્પાદિક વડે કરીને પૂજા કરવી. ૧ તથા પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કરવું. ૨, તથા દેવદ્રવ્યનું રક્ષણ કરવું. ૩, તથા જૈન મંદિરને વિષે ઉત્સવ કરવો ૪ તથા તીર્થયાત્રા કરવી પ-આ પાંચ પ્રકારે જિનેશ્વર મહારાજાની ભક્તિ કહેલી છે.
૧૧૬
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org