________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ बहुवर्तिसमायुक्त, ज्वलंतं श्रीजिनाग्रतः । कुर्यादारात्रिकं यस्तु कल्पकोटिदिवं वसेत् ॥१॥ धूपो दहति पापानि दीपो मृत्युविनाशकः । नैवेद्यै विपुलं राज्यं, प्रदक्षिणा शिवप्रदा ॥२॥
इति उपदेशसारवृत्तौભાવાર્થ : જે માણસ ઘણી વાટ કરી યુક્ત અને જવાજલ્યમાન આરતિને શ્રી જિનેશ્વર મહારાજ પાસે કરે છે તે કલ્પ કોટી સુધી સ્વર્ગને વિષે વાસ કરે છે. ૧
ભગવાનની પાસે ધૂપ કરવાથી પાપને બાળી નાંખે છે અને દીપક કરવાથી મરણનો નાશ કરે છે. નૈવેદ્ય ધારણ કરવાથી નિર્મલ રાજયની પ્રાપ્તિ થાય છે અને પ્રદક્ષિણા ફરવાથી મુક્તિ આપનાર થાય છે. ૨. पर्वतः पुंडरीकोऽयं, पात्रं श्रीप्रथमप्रभुः । परमेष्टीं पर्युषणं, पकाराः पंचदुर्लभ॥१॥
ભાવાર્થ : પુંડરીકગિરિ ૧, સત્પાત્ર ૨, પ્રથમ પ્રભુ શ્રી આદિનાથજી ૩, પંચ પરમેષ્ઠી ૪ અને પર્યુષણ મહાપર્વ પ-આ પાંચ પ્રકારો અતિ દુર્લભ કહ્યા છે.
| (આદિનાથજી વાર્ષિદાન) वत्सरेण हिरण्यस्य, ददौ कोटीशतत्रयम् । अष्टाशीतिं च कोटीनां लक्षाशीति च नाभिभूः ॥२॥
ભાવાર્થ : શ્રીમાન્ નાભીરાજાના પુત્ર ભગવાનશ્રી આદિનાથજી મહારાજાએ વાર્ષિકદાનમાં ત્રણસો અઠયાસી કોડ અને એંશી લાખ સુવર્ણ આપ્યું એવી રીતે દરેક તીર્થકર મહારાજાઓ વાર્ષિકદાનમાં સુવર્ણ મહોરોનું દાન કરે છે.
૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org