________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ પરિણામ એ આવ્યું કે બીડી પીનારા બધાના ફેફસામાં ઉપદ્રવ જણાયો અને બીડી નહિ પીનારામાં માત્ર સેંકડે સત્યાવીશ. માણસોના ફેફસામાં ઉપદ્રવ માલુમ પડયૌ આ ઉપદ્રવને લીધે ક્ષયના જંતુઓ તુરત જ ઘર ઘાલી જાય છે અને નબળા ફેફસાવાળા ઉપર હલ્લો કરે છે. તેમજ બીડી પીનારાઓને ક્ષય સાધારણ રીતે વધારે થાય છે. બીડી પીનારાઓ અને તમાકુના ગુલામો આ ઉપરથી કોઈ ધડો લેશે કે પોતાનો ઇશ્ક માણ્યા જ કરશે. (એમ.ડી. ડૉકટર)
વ્યસન તમાકુનું વર્જવું, તાણે નાક મોજાર, વસ્ત્ર તણી શોભા હરે, નાક ઝરે બહુવાર. ૧ ઘસતાં લાજે લોકમાં, ચાવ્યાથી દુઃખ થાય, દાંત હલે બહુ થુંકવા, દુર્ગધતા દેખાય ૨
(રડચિરા છંદ) સમજુ થઈને શું ભૂલો છો ? સંગ તમાકુ પરિહરશો, અવગુણને કરનારી એ તો, ભાન વિનાના થઈ ફરશો, ખરેખરો એ ખેલ ખરાબી, ખરી ખાતરીથી છોડો, સાર નહિ સમજીને શાણા, શા માટે પાછળ દોડો ? ૧. ફરે હરાયો ઢોર થઇને, તલપ તમાકુની લાગે, જેવા તેવા માણસ પાસે, ભીખારી થઇને માગે, મળે નહિ જો તેવી રીતે, પાછળ નિંદા બહુ કરશો, સમજુ થઇને શું ભૂલો છો ? સંગ તમાકુ પરિહરશો. ૨ દાંતે ઘસવા ચારે મુખમાં, કાંતો નાક વિષે તાણો., વસ્ત્ર વગોવે ખુણો જોવે, છાનો રહશે મનમાં જાણો, નિંદા લોકો પાસે શોકો, મુર્ખ દુર્ગધ મહા ધરશો, સમજુ થઈને શું ભૂલો છો, સંગ તમાકુ પરિહરશો,
૧૮૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org