________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ જઇ, છાતીના રોગો, જેવા કે ક્ષય, દમ ખાંસી વિગેરને ઉત્પન્ન કરે છે. તમાકુ નહિ ખાનાર માણસો તમાકુ ખાય, તો તેને તુરત જ ઊલટી થઇ જાય છે, આજ બતાવી આપે છે કે તમાકુની વપરાશ કુદરતના વિરૂદ્ધ જ છે. તમાકુનું વ્યસન ઘણું જ ખરાબ છે. શરૂઆતમાં થોડો વખત શરીરને નિસામાં રાખે છે, પણ અંતે શરીર ફીકકુ પડી જાય છે, અને ક્ષમતથા પાંડુ જેવા રોગો થઈ આવે છે અને તમાકુના સેવનથી આગળ ઉપર દારૂ પીવાનું પણ મન થઈ આવે છે. તમાકુથી નાડી નરમ પડે છે તથા પેટમાં ભયંકર વ્યાધિયો થાય છે, અને આંખોને પણ ઘણું જ નુકસાન થાય છે. કદાપિ અજ્ઞાન દશાને વિષે કોઇ તમાકુના ફંદમાં ફસાયેલ હોય તો પણ હજી છોડી દેવી સારી છે. શરૂઆતમાં થોડો વખત હાથ-પગ ચુંટાશે, માથું દુઃખશે, પરંતુ પાછળથી ઉપાધિ માત્ર ટળી જશે શ્રીયુક્ત ભાનુપ્રસાદ આચાર્ય ૨૪. ખાય તેનો ખુણો, પીયે તેનું ઘર, સુંઘે તેના લુગડાં, એ ત્રણે બરોબર.
કવિ દલપતરમ ડાહ્યાભાઈ બીજા કવિયો પણ તમાકુ, ગાંજો તથા કેફી વસ્તુના પાનને માટે તિરસ્કાર બતાવે છે. કહે છે કે ઘડપણ આવ્યા પહેલા તમાકુથી
સ્મરણશક્તિ નાશ પામેલી, મૂર્ખતા આવેલી અને જ્ઞાનતંતુઓની હારમાળા બગડી ગયેલી એવા ઘણા દાખલા મારા અનુભવમાં આવ્યા છે, (ડાકટર કુલન) ૨૬ તમાકુ મને જડ અને સુસ્ત કર્યા વિના તથા મારી નિત્યની ચંચળતામાં ખલેલ કર્યા વિના અને મારી માનસિક શક્તિને બગાડયા વિના કદી રહી નથી. (ગર્વનર સલીવાન) ૨૭ ફ્રાંસ દેશની શાળાઓમાં તમાકુના ઉપયોગની અટકાયત છે, તેમજ યુનાઇટેડ સ્ટેટ સભામાં લશ્કરી શાળામાં બીડી પીવાની સખત મનાઈ છે. (યુનાઈટેડ સ્ટેટ) ૨૮ એક વિદ્વાન્ એમ ડૉકટરે બીડી પીનારા તથા બીડી નહિ પીનારાઓના ફેફસા તપાસ્યા પરીક્ષાનું
(૧૮૫
૧૮૫
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org