________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વર્તમાનપત્રોમાં લખે છે કે, જર્મનીમાં ૧૮ થી ૩૫ વર્ષથી ઉમ્મરના જેટલા માણસો મરે છે તેમાં અડધો ભાગ તમાકુ પીવાના વ્યસનથી ઉત્પન્ન થયેલા રોગોવડે કરીને જ કરે છે. (રણછોડદાસ દયારામ દમણયા) ૨૨. બીડી પીવાથી મોઢુગંધાય છે. પાચનશક્તિ મંદ પડે છે, દાંત કાળા તથા પીળા પડે છે. જે માણસોને નિરોગી રહેવાની ઇચ્છા હોય તેમણે તમાકુને અવશ્ય છોડી દેવા જોઈએ. (ગાંધી.) ૨૩. તમાકુ પીનારનો સ્વભાવ બહુજ તામસી હોય છે, અને તેથી તમાકુ પીવાવાળાઓ કોઈ કોઈ વાર ભયંકર કાર્યો કરી બેસે છે. ત્રણસો વરસ પહેલાં પૂર્વ અમેરિકામાં તમાકુનો ઉપયોગ જુજ થતો હતો. તે વખતે દુર્ભાગ્યે ભારતમાં તમાકુનું નામનિશાન પણ નહોતું, પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તમાકુનો ઉપયોગ આપણે ત્યાં પણ દાખલ થયો અને તેણે એવું ભયંકર રૂપ પડકયું છે કે કોઈ પણ ગામ, નગર, શહેર, પુર,પાટણ તો શું, પરંતુ એક ઘર પણ તમાકુના વ્યસન વિનાનું બાકી રહેલું નહિ હોય તમાકુમાં નિકોટીન નામનો ચીકણો ઝેરી પદાર્થ હોય છે તે રસનું એક જ ટીપું સાધારણ માણસના માટે પ્રાણઘાતક બને છે. આ ઝેર તમાકના પાદડા સુકાવાથી પ્રમાણમાં ઓછું થઈ જાય છે, અને તેથી તમાકુના ઉપયોગ કરનારને તાત્કાલિક મારી નહિ નાંખતાં ધીમે ધીમે તેનું શરીર બગાડે છે. તમાકુ ખાવાથી અપચો, અજીર્ણ મોઢાનું બંધાવું, દાંતનો સડો, અતિસાર, મરડો વિગેરે રોગો લાગુ પડે છે એટલું જ નહિ, પણ દેખીતી રીતે વખતોવખત થુંકવા માટે ઉઠવું પડતું હોવાથી તમાકુ પીવાને ટેવ બીજાને સુગ અને અણગમો ઉત્પન્ન કરનારી થાય છે. તમાકુ સુંઘવાથી કદાચ સળેખમ તથા માતાના દર્દી શાંત માલૂમ પડે છે, પરંતુ તેના લાંબા ઉપયોગથી નાકના અંદર ચાંદી અને ગળાને વિષે દર્દો થાય છે. તમાકુ પીવાથી, હો કાથી, ચલમથી, નેચાથી સીગારેટથી, તમાકુનો ધૂમાડો ઝેરી હોવાથી પીનારના શ્વાસોશ્વાસમાં
M૧૮૪
૧૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org