________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬
આવી રીતે સાંભળી ચણોઠીને સોનાએ કહ્યું કે – સુણ રે ગુંજા બાપડી, મ કરીશ તું અભિમાન, આ વહુતાસ ન પેશીયે, લાભ જેમ પ્રમાન, ૨
ત્યારબાદ બન્ને જણા પોતાની શુદ્ધિને માટે અગ્નિમાં પડયા ગુંજા નિસ્સાર હતી, તેથી મુખે દાજવાથી તેનું મુખશ્યામ થયું. હાલમાં પણ તે કાળા મુખવાળી હોવાથી પાછી જાય છે અને સુવર્ણ તો દિવ્ય કરવાથી અગ્નિમાંથી નીકળીને વિશેષ શુદ્ધ થવાથી દુનિયામાં યશ માન પામવાવાળું થયું, માટે જયારે કામ પડે ત્યારે જ જે શુદ્ધ થાય તે શુદ્ધ ગણાય છે. (સ્વભાવ ઉપર શોભન શ્રેષ્ઠી તથા કમમંજરી વેશ્યાની ક્યાં निवारितापि प्रकृतिः प्रयत्नै-नैवोष्णताग्नेरिव यांति जंतोः । सुशिक्षितं कृत्यमपीह मुक्त्वा, घटोंदुरान् यज्जगृहे बिडाल: તારા
| ભાવાર્થ : અનેક પ્રકારે નિવારણ કર્યા છતા પણ જેમ અગ્નિ ઉષ્ણતાનો ત્યાગ ન કરે તેમ જીવોની પ્રકૃતિ ઘણા પ્રકારના પ્રયત્નો કર્યા છતાં પણ બદલાતી નથી, કારણ કે સારા પ્રકારનું શિક્ષણ આપીને શિક્ષા આપ્યા છતાં પણ બિલાડાએ ઘડાને વિષે રહેલાં ઉંદરોને પકડયા.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે જિતસ> રાજાને અત્યંત માનનીય અને રૂપસૌભાગ્યના નિધાન સમાન સંપત્તિવાળો બુદ્ધિમાન શોભન નામનો શેઠીયો વસતો હતો. ત્યાં રાજાને ચામર વીંજનારી કામમંજરી નામની એક વેશ્યા હતી. એકદા પ્રસ્તાવે શ્રેષ્ઠી રાજાની સભામાં બેઠો હતો ત્યારે વેશ્યા બોલી કે સારી રીતે શિક્ષણ આપેલા જીવો પણ પોતાની પ્રકૃતિનો ત્યાગ કરીને સારી વૃત્તિવાળા થાય છે. આવી રીતે વારંવાર વિરૂપ શબ્દને બોલનારી વેશ્યાને ઇર્ષાવડે કરીને શોભન શેઠે કહ્યું પારકી દ્રાક્ષને ગધેડો ખાઈ જાય તો કાંઈ હાનિ જેવું દેખાતું નથી, પરંતુ તે અસમંજસ દેખાવાથી મને ખેદયુક્ત થાય છે, માટે હે ભદ્રે !
૩૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org