________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ માણસોએ માન્યું તે વાત રાજાને જણાવી. રાજાએ તેને પોતાની પાસે લાવવાની હા પાડવાથી માણસોએ રાજસભામાં લાવેલો. તે બોલ્યો - भट्टिनष्टो भार्गवश्वापि नष्टो, भिक्षुर्नष्टो भीमसेनोऽपि नष्टः । भूकुंडोहं भूधवस्त्वं च राजन् ! म्भानां पंक्तौ संप्रविष्ट, कृतांतः ॥१॥
ભાવાર્થ : ભક્ટિ મરણ પામ્યો, ભાર્ગવ પણ મરણ પામ્યો, ભિક્ષુ મરણ પામ્યો, ભીમસેન પણ મરણ પામ્યો. હું ભૂકુંડ છું ને હે રાજનું ! તું ભૂધવ-રાજા છે, માટે હે રાજન્ ! ભાની પંક્તિમાં કૃતાંત જમરાજ પેઠો છે. સબબ આજે મારું મરણ છે તો કાલે તારો પણ વારો આવશે. આવી રીતે ચતુર જીવોના ચિત્તને ચમત્કાર કરનાર તેના કાવ્યને શ્રવણ કરી તુષ્ટ માન થયેલા રાજાએ હવે પછી તારે ચોરી ન કરવી એમ કહી ઘણા પ્રકારે સુવર્ણ વસ્ત્રાદિકનું દાન આપી વિસર્જન કર્યો ભૂકુંડ પણ પોતાને ઘરે ગયોને ચોરીને ત્યાગ કરી સુખી થયો.
શુદ્ધાશુદ્ધ વિષે સુવર્ણન ગુંજાની ક્યા) એકદા એક જણે ચણોઠીની સાથે સમા તાજવામાં તોળવા માટે નાખેલું સોનું બોલ્યું -
કાંચ હું શોભા બહું, ઉત્તમ મારી જા, કાલા મુખની ગુંગચી, તુલી હમારે સાથે, ૧ टंकछेदेन मे दु:खं, न दाहं न च घर्षणे । एतदेव मह दुःखं, गुंजया सह तोलनं ॥२॥
ભાવાર્થ : મને ટાંકણાથી છેદે છે અગ્નિથી બાળે છે પત્થરના સાથે ઘસે છે તે દુઃખ નથી, પણ ચણોઠીના સાથે મને તોળે છે તે જ મને મહાદુઃખ થાય છે. આવી રીતે સોના કહેવાથી ચણોઠી ગર્વ કરીને બોલી કે -
રતિ રૂપે હું રૂઅડી, રતિ જ મારું નામ, સોનાસરી સ્તોલીયે, એ મુજ દહે કુઠામ. ૧
ન ૩૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org