________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૬ વચનોથી રાજાને વિવેકરૂપી અંકુરો ઉત્પન્ન થવાથી પેટી ઊઘાડીને જોયું તો અંદર મંત્રીના મોટા પુત્રને દેખ્યો તે હસતો હતો. તેના હાથમાં છરી અને રાણીનો ચોટલો હતો. તે તેમાંથી નીકળીને રાજાના ચરણકમળને નમ્યો અને છરી તથા વેણી હાથમાંથી મૂકીને કયાંઇક ચાલ્યો ગયો અને લોકોનો કોલાહલ પણ શાંત થયો.ઉત્પાત શાન્ત થવાથી મંત્રીએ પણ તમામ વાત કહીને કહયું કે હે દેવ ! કોઇક વ્યંતર વૈરી દેવે આ બીના બતાવી છે. જો એમ ન હોય તો મારા પુત્રથી આવી વાત બની શકે જ કેવી રીતે ? આવો કર્મનો પ્રપંચ છે તે પણ બુદ્ધિબળથી વારણ કરી શકાય છે અને કર્મના ફળરૂપ ભાવીને પણ બુદ્ધિબળથી નષ્ટ કરી શકાય
(અવસરે બોલવા ઉપર ભૂકંડ ચોરની ક્યા) जनैर्यदु क्तं समयानुरुपं, तदेप वाक्यं मधुर सुधावत् । चौरेणः सम्यग् यदरंजि भट्टि नष्टेतिवाक्यात्पृथ्वीश्वरोऽपि ॥१॥
ભાવાર્થ : સમયને અનુસરીને જે વચન કહેલું હોય છે તે વચન અમૃત ના સમાન મનોહર ગણાય છે, કારણ કે ભટ્ટિનર ઇત્યાદિવાકયના બોલનારા ચોર બ્રાહ્મણે રાજાને રંજિત કર્યો.
કાશમીર દેશના મધ્ય વર્તતા મહાનંદી નાના નગરને વિષે નાના પ્રકારના શાસ્ત્રોને વિષે નિપુણ અને પંડિતોને પ્રિય એવો ભૂધર નામનો રાજા વાસ કરતો હતો. તે નગરને વિષે વસનારો કવિકલાને વિષે કુશલ ભુકુંડ નામનો એક બ્રાહ્મણ દુર્દેવના વશથી ચોરી કરતો હતો. એકદા રાત્રિને વિષે ચોરી કરવા ભટકનારા તેને કોટવાળે પકડ્યો અને બાંધીને રાજા પાસે અણ્યો. ચોરનો વધ કરસો એવા નીતિવચનને જાણીને રાજાએ તેનો વધ કરવાનો હુકમ કર્યો, તેથી રાજાના માણસો તેને શૂળી પાસે લઇ ગયા. ચોરે રાજાના માણસોને કહ્યું કે હે ભદ્રો ! મને એક વાર રાજા પાસે લઈ જાવ. આવું તેનું વચન તેને બ્રાહ્મણ જાણી રાજાના
૩૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org